Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, વહેલી સવારથી અનેક સ્થળોએ વરસાદની હેલી
- ગુજરાત (Gujarat) માં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
- અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ
- ભચાઉ પંથકમાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ
- અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે પલટો
- ઝાલોદ, લીમડી અને ફતેપુરામાં મેઘરાજાની પધરામણી
- મહિસાગરમાં કડાણાના સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી
- કમોસમી વરસાદથી જગતના તાતની ચિંતા વધી
Gujarat Unseasonal Rain: ગુજરાત (Gujarat) રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
ગુજરાત (Gujarat) માં વાતાવરણમાં ઓચિંતો પલટો
કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. ભચાઉના કડોલ (Kadol) અને ખારોઇ (Kharoi) વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદ એટલો હતો કે ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં પાણી વહેતા જોવા મળ્યા હતા.
ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતા
ભચાઉના કડોલ અને ખારોઇ વિસ્તારમાં કમોસમી વરસાદ
ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ
કમોસમી વરસાદમાં શેરીઓમાં પાણી વહ્યા#Kutch #Bhachau #UnseasonalRain #GujaratWeather #FarmerConcern #CropDamage #RainAlert #WeatherUpdate… pic.twitter.com/Q3WVJeH4Nt— Gujarat First (@GujaratFirst) May 5, 2026
અરવલ્લી (Aravalli)
અરવલ્લી (Aravalli) જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) માં વહેલી સવારે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે બપોરની આકરી ગરમી સામે લોકોને મોટી રાહત મળી છે.
મહિસાગર (Mahisagar)
મહિસાગર (Mahisagar) જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. કડાણા (Kadana) તાલુકાના રાજસ્થાન (Rajasthan) રાજ્યની સરહદ અડીને આવેલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કડાણાના ગોધર (Godhar), જોગણ (Jogan) અને રાકાકોટ (Rakakot) સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોએ ચોમાસા જેવો અનુભવ કર્યો હતો.
Aravalli weather update: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો
યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદ
વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
જિલ્લામાં અનેક સ્થળે વાદળછાયું વાતાવરણ#Aravalli #Shamlaji #RainUpdate #WeatherChange #GujaratWeather #BreakingNews #IndiaWeather… pic.twitter.com/ACMP8DYXtk— Gujarat First (@GujaratFirst) May 5, 2026
દાહોદ (Dahod)
દાહોદ (Dahod) જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દાહોદ (Dahod) શહેર સહિત ગોવિંદ ગુરુ (Govind Guru) લીમડી (Limdi), ઝાલોદ (Jhalod), સુખસર (Sukhsar), સંજેલી (Sanjeli) અને ફતેપુરા (Fatepura) પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ગરબાડા (Garbada)
દાહોદ (Dahod) જિલ્લાના ગરબાડા (Garbada) પંથકમાં વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો હતો. ગરબાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ઉનાળાની ગરમીથી મોટી રાહત મળી છે.
આ પણ વાંચો: Ahmedabad Yellow Alert: બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો! અમદાવાદમાં આજથી 5 દિવસ 'યલો એલર્ટ'


