Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch માં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ, NDRF ની ટીમ તૈનાત, નાગરિકોને સતર્ક રહેવા અપીલ

કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. કલેક્ટર અનિલ રાણાવસિયાએ નાગરિકોને નદી, ડેમ અને તળાવથી દૂર રહેવા તેમજ કોઝવે પર પાણી વહેતું હોય ત્યારે રસ્તો પાર ન કરવાની અપીલ કરી છે. NDRFની ટીમ પણ બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે.
kutch માં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ  ndrf ની ટીમ તૈનાત  નાગરિકોને સતર્ક રહેવા અપીલ
Advertisement

Kutch: હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. સંભવિત આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નાગરિકોને સાવચેતી રાખવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×