Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch News: કંપનીના વિરોધમાં 14 ગામો મેદાને, નાની ખાખર ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન

કચ્છના નાની ખાખર ખાતે પર્યાવરણ (Environment) અને આરોગ્યને નુકસાન થવાની આશંકા સાથે સ્થાનિક કંપની સામે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. આસપાસના 14 ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે એકઠા થઈ ધરણા પ્રદર્શન (Protest) કર્યું. વિરોધ દરમિયાન જનસભા યોજી વિવિધ આગેવાનોએ મંતવ્યો રજૂ કર્યા હતા અને કંપની સામે ત્વરિત કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા.
kutch news  કંપનીના વિરોધમાં 14 ગામો મેદાને  નાની ખાખર ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન
Advertisement

Kutch:  કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોએ મોરચો માંડ્યો છે. કંપનીની જોહુકમી અને તેનાથી થતા નુકસાન સામે આસપાસના વિસ્તારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ આક્રોશના ભાગરૂપે જ આજે નાની ખાખર ખાતે વિશાળ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

Tags :
Advertisement

.

×