Kutch: કચ્છ જિલ્લામાં લોકોને લાલચ (Temptation) આપીને અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલીને ઠગાઈ (Fraud) કરનાર ગેંગ પકડાઈ છે. આરોપીઓએ બેંક ખાતામાં ગેરરીતિ કરીને 182 કરોડ 37 લાખ 68 હજારથી વધુની છેતરપિંડી કરી હતી. પૂર્વ કચ્છ-ગાંધીધામ સાયબર ક્રાઈમે ચાર આરોપીને પકડી પાડ્યા છે. જ્યારે આ કેસમાં ફરાર અ્ય 4 આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
![Kutch 01_GUJARAT_FIRST]()
પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી વધારી છે.
Kutch: ભેજાબાઝ આરોપીઓના કાંડ
આરોપીઓ લોકોને ઊંચા વળતરનું લાલચ આપીને જુદી જુદી બેંકમાં ખાતા (Bank account) ખોલાવતા હતા. સેવિંગ્સ-કરંટ એકાઉન્ટ (Savings-Current Account) થકી આરોપીઓ ખોલાવીને વિદેશમાં અથવા ઓનલાઈ સાયબર ફ્રોડ કરતા હતા.
Kutch: ગામડાના લોકોને બનાવતા ટાર્ગેટ
ઓછું ભણેલા લોકોને વિશ્વાસમાં લઈને આરોપીઓ તેમનો ગેરલાભ (Disadvantage) ઉઠાવતા હતા. લોભામણા વળતરની લાલચે તેમના પાસેથી પુરાવા લઈને બેંકમાં ખાતા ખોલાવતા હતા. ગાંધીધામ (Gandhidham) તથા આદિપુર ખાતે દુકાનો ભાડે રાખીને ત્યા બેંક એકાઉન્ટ ધારકોની જાણ બહાર પ્રોપરાઈટર બનાવતા.
આ પણ વાંચો-- ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું અરબી સમુદ્રમાં મેગા ઓપરેશન, Porbandar ના દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું
આરોપીએ બેંક ધારકોના નામે ટેક્સ કન્સલ્ટંટ (Tax Consultant) મારફતે રજિસ્ટ્રેશન કરાવીને પેઢીઓના નામે ખોટા ઈનવોઈસ બીલો (Invoice Bills) બનાવતા હતા. અને ગેરકાયદે રીતે નાણાનું ટ્રાન્જેક્શન કરતા હતા. આરોપીઓ લોકોને બેંક દીઠ જુદી જુદી રકમનું કમિશન પણ આપતા હતા. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા મોકલવા માટે બ્રોકર કે કમિશન એજન્ટ કરીકે કામ કરતા હતા.
અત્યાર સુધી આ પકડાયેલા આરોપીઓએ કુલ 81 બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેમાં 182 કરોડ 37 લાખથી વધુની રકમનું ટ્રાન્જેક્શન (Transaction) કરવામાં આવ્યું હતું.
Kutch: કૌભાંડનું મોટું નેટવર્ક
પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા બધી પેઢીઓ રાપર (Raper), આડેસર, ભુજ (Bhuj), વાંકાનેર (Wankaner)ના વ્યક્તિઓના નામે હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, જે તે વ્યક્તિને ખબર જ નથી કે, તેમના નામે પેઢી ચાલે છે.
![Kutch 02_GUJARAT_FIRST]()
આરોપીઓ આંતરરાજ્યમાં પણ નેટવર્ક ચલાવતા હતા
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આ નેટવર્ક વેસ્ટ બંગાળ (West Bengal), મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi), હરિયાણા (Haryana), ઉત્તરપ્રદેશ (Uttar Pradesh), કર્ણાટક (Karnataka), રાજસ્થાન (Rajasthan), પંજાબ (Punjab), ઉત્તરાખંડ (Uttarakhand), બિહાર (Bihar), તેલંગાણા (Telangana) સહિત અન્ય રાજ્યોમાં પણ ચાલતું હતું.
Kutch: સાયબર ક્રાઈમે પકડેલા આરોપીઓના નામ
યશ મુલચંદભાઈ ભાટિયા
સિદ્ધાર્થ સુનિલભાઈ સોની
સાહિલ દિનેશભાઈ શર્મા
અલ્પેશ સુરેશભાી લુહાર
Kutch: ફરાર આરોપીઓ
ઈલ્લુભા મંગુભા જાડેજા
વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા બાલુભા જાડેજા
વિજય રાણા
હાર્દિક હરેશભાઈ રાજગોર
Kutch: પોલીસ અધિકારીઓની સૂચનાથી કામગીરી
આ ભેજાબાજોને પકડવા માટે સરહદી રેન્જ ભુજ આઈજી (Border Range Bhuj IG) ચિરાગ કોરડિયા (Chirag Kordia) અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર (East Kutch SP Sagar Bagmar) ની સૂચનાથી કામગીરી કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓની સૂચનાથી સાયબર ક્રાઈમે તપાસ કરી હતી. જેમાં કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે.
જો કે, નેટવર્કનું થતું વિસ્તરણ અટકાવવા માટે અને ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ પણ વાંચો----Gujarat Bomb Threat News: શાળાઓ બાદ હવે વડોદરા, ગાંધીનગર અને વલસાડ કોર્ટને બોમ્બની ધમકી