Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : વાહ રે તંત્ર! પદાધિકારીઓના નામ લખવાની લ્હાયમાં મહાપુરુષનું નામ લખવાનું જ ભૂલાયું!

કચ્છ (Kutch) ની અંજાર નગરપાલિકા (Municipality) હાલમાં પોતાની એક મોટી ભૂલને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરના ત્રિકોણબાગ (Trikon Baug) વિસ્તારમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Syama Prasad Mukherjee) ની પ્રતિમા (Statue) સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ પ્રતિમાની તકતી (Plaque) પર મહાપુરુષનું નામ લખવાનું જ તંત્ર ભૂલી ગયું છે.
kutch   વાહ રે તંત્ર  પદાધિકારીઓના નામ લખવાની લ્હાયમાં મહાપુરુષનું નામ લખવાનું જ ભૂલાયું
Advertisement
  • કચ્છ (Kutch)  અંજાર નગરપાલિકાની કામગીરી હાસ્યાસ્પદ બની
  • અંજાર નગરપાલિકા છબરડાથી ક્ષોભમાં મૂકાઈ
  • મહાપુરુષની પ્રતિમા મૂકી પણ નામ લખવાનું ભૂલાયુ
  • ત્રિકોણબાગ ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા મુકાઈ
  • તકતીમાં પદાધિકારીઓના નામ પણ મહાપુરુષનું નામ ભૂલાયુ
  • અંજાર નગરપાલિકાના છબરડાથી લોકોમાં નારાજગી

કચ્છ (Kutch) ની અંજાર નગરપાલિકા (Municipality) હાલમાં પોતાની એક મોટી ભૂલને કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. શહેરના ત્રિકોણબાગ (Trikon Baug) વિસ્તારમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (Dr. Syama Prasad Mukherjee) ની પ્રતિમા (Statue) સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ પ્રતિમાની તકતી (Plaque) પર મહાપુરુષનું નામ લખવાનું જ તંત્ર ભૂલી ગયું છે.

કચ્છ (Kutch)  ની અંજાર નગરપાલિકાની કામગીરી હાસ્યાસ્પદ બની

નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી તકતીમાં ઉદઘાટન કરનાર અને હાજર રહેલા તમામ પદાધિકારીઓ (Office Bearers) ના નામ મોટા અક્ષરે કોતરવામાં આવ્યા છે. જોકે, જેમના સન્માનમાં આ પ્રતિમા મૂકવામાં આવી છે તે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું નામ ક્યાંય જોવા મળતું નથી. પાલિકાની આ હાસ્યાસ્પદ (Ridiculous) કામગીરીને કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી (Displeasure) જોવા મળી રહી છે.

Advertisement

લોકોમાં આક્રોશ અને સોશિયલ મીડિયા પર ટીકા

સ્થાનિકોનું કહેવું છે કે પદાધિકારીઓને પોતાના નામ ચમકાવવામાં એટલો રસ હતો કે તેઓ જે મહાપુરુષની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે, તેમનું જ નામ લખવાનું ચૂકી ગયા. ઉદઘાટન (Inauguration) સમયે પણ કોઈનું ધ્યાન આ ક્ષતિ (Error) પર ન ગયું તે બાબત નગરપાલિકાની ગંભીર બેદરકારી સૂચવે છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને પાલિકા વહેલી તકે આ ભૂલ સુધારે તેવી માંગ ઉઠી છે.

Advertisement

આ પણ વાંચો :  Gujarat CM-DyCM : પ્રોટોકોલના ઘેરા વગર નાગરિકો સાથે સહજતાથી સંવાદ કરતા CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DyCM હર્ષભાઈ સંઘવી

Tags :
Advertisement

.

×