Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: બન્નીના માલધારીઓને મોટી રાહત, પાણીની સમસ્યાનો ગણતરીના કલાકોમાં અંત

કચ્છના બન્ની વિસ્તારમાં પીવાના પાણીની લાંબા સમયની સમસ્યાનો અંત આવ્યો છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના અહેવાલ બાદ પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક કામગીરી કરી પાઇપલાઇનની ટેકનિકલ ખામીઓ દૂર કરી છે. આજથી નિયમિત પાણી પુરવઠો શરૂ થતા માલધારીઓ અને ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે અને લોકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર વ્યક્ત કર્યો છે.
kutch  બન્નીના માલધારીઓને મોટી રાહત  પાણીની સમસ્યાનો ગણતરીના કલાકોમાં અંત
Advertisement
  • Kutch: ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર
  • કચ્છના બન્નીમાં પાણીની સમસ્યાનો આવ્યો અંત
  • ગુજરાત ફર્સ્ટે સમસ્યા પર બતાવ્યો હતો અહેવાલ
  • અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડતા થયા

Kutch In Gujarat First Report Impact: કચ્છ જિલ્લાના સરહદી એવા બન્ની (Banni) વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા (Water Crisis) સર્જાઈ રહી હતી. ધોમધખતા તાપમાં ગ્રામજનો અને અબોલ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા હતા. જોકે, આ ગંભીર પરિસ્થિતિ અંગે ગઈકાલે 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ' દ્વારા વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. અહેવાલની અસરના ભાગરૂપે પાણી પુરવઠા વિભાગે તાત્કાલિક એક્શનમાં આવીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ  લાવી દીધું છે.

તકનીકી ખામીઓ દૂર કરી પાણી પુરવઠો પૂર્વવત કરાયો

બન્ની વિસ્તારના અનેક ગામોમાં પાણી પહોંચાડતી પાઇપલાઇનમાં લાંબા સમયથી કેટલીક ટેકનિકલ ખામીઓ (Technical Faults) સર્જાઈ હતી, જેના કારણે પાણીનો પ્રવાહ ખોરવાયો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને બંધ પડેલી લાઈનોનું સમારકામ (Repairing) પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે ટેકનિકલ અડચણો હતી તેને દૂર કરી આજથી જ બન્નીના અનેક ગામોમાં નિયમિત પાણી પુરવઠો (Water Supply) શરૂ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

ગ્રામજનોમાં ખુશીનો માહોલ

બન્ની એ પશુપાલન (Animal Husbandry) પર નિર્ભર વિસ્તાર છે. પાણીના અભાવે માલધારીઓને પોતાના પશુધનને બચાવવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આજે જ્યારે નળ વાટે પાણી પહોંચ્યું ત્યારે ગ્રામજનોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી. વર્ષોથી પાણીની જે મોકાણ હતી, તેનો અંત આવતા સમગ્ર પંથકમાં રાહતનો શ્વાસ (Sigh of Relief) લેવાયો છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માનતા સ્થાનિકો

લોકોની વેદનાને વાચા આપવા બદલ બન્ની વિસ્તારના સ્થાનિક આગેવાનો અને સરપંચોએ 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ'નો જાહેર આભાર માન્યો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે, જો મીડિયાએ અમારી વાતને મજબૂતીથી તંત્ર સુધી ન પહોંચાડી હોત, તો કદાચ હજુ પણ અમારે તરસ્યા રહેવું પડ્યું હોત. તંત્રની આ ઝડપી કામગીરીને (Swift Action) પણ સ્થાનિકોએ આવકારી છે.

આ પણ વાંચોઃKutch ના કુંજીસરમાં ખાનગી કંપની સામે વિરોધ, કામના 8 કલાક કરો નહીં તો..!

</p>

Tags :
Advertisement

.

×