Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: ભચાઉના ચોપડવા પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ, લાખોનો જથ્થો બળીને ખાખ

Kutch: કચ્છના ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા ગામ નજીક આવેલી એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી.
kutch  ભચાઉના ચોપડવા પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ  લાખોનો જથ્થો બળીને ખાખ
Advertisement
  • Kutch: ભચાઉના ચોપડવા પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં આગ
  • ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી
  • ત્રણ ફાયર ફાઇટર ટીમે કામગીરી આદરી
  • કાબૂ મેળવવા પાણીનો સતત મારો ચલાવાયો
  • ફેક્ટરીમાં રહેલો તમામ પ્લાયવુડ જથ્થો ભસ્મીભૂત

Kutch: કચ્છના ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા ગામ નજીક આવેલી એક પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ (Massive Fire) ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં રહેલો પ્લાયવુડનો મોટો જથ્થો આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયો છે.

Kutch-Bhachau Fire News-Gujarat first2

Advertisement

Kutch ના ભચાઉના ચોપડવા પાસે પ્લાયવુડ ફેક્ટરીમાં આગ

આગની જાણ થતા જ ભચાઉ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા કંડલા ટીમ્બર સહિત કુલ 3 ફાયર ફાઈટર (Fire Fighters) ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો (Water Cannon) ચલાવવામાં આવી રહ્યો છે. લાકડાનો અને પ્લાયવુડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેને ડામવા માટે ફાયર વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.

Advertisement

Kutch-Bhachau Fire News-Gujarat first2

પ્લાયવુડનો મોટો જથ્થો બળીને ખાખ

આ દુર્ઘટનામાં કંપનીમાં રાખેલો પ્લાયવુડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. જોકે, હજુ સુધી આ ભીષણ આગ લાગવાનું ચોક્કસ કારણ (Cause of Fire) જાણી શકાયું નથી. ફાયર વિભાગે સતર્કતા દાખવીને આસપાસના તમામ વિસ્તારોને સુરક્ષિત કરી દીધા છે જેથી આગ વધુ પ્રસરે નહીં. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચો: Somnath Amritparv 2026: PM મોદીની હાજરીમાં રચાશે ઈતિહાસ, 11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક

Tags :
Advertisement

.

×