Kutch માં અસામાજિક તત્વોમાં ફફડાટ! રાપરમાં 44 જવાનોના કાફલા સાથે સરપ્રાઈઝ કોમ્બિંગ
- Kutch ના રાપર પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ
- 44 પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે સઘન ચેકિંગ
- અસામાજિક તત્વો સામે રાપર પોલીસની કાર્યવાહી
Kutch: કચ્છના વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાપર પોલીસ દ્વારા ગત રાત્રિએ ઓચિંતું ચેકિંગ (Surprise Combing) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન રાપર અને ભચાઉ ડિવિઝનના કુલ 44 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ (Police Personnel) રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસના આ કાફલાએ શહેરના મુખ્ય માર્ગો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કડક તપાસ શરૂ કરી હતી. જેથી અસમાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરી પર અંકુશ મેળવવો અને શાંતિ ડહોળતા તત્વોને કડક સંદેશ આપવાનો હતો.
પ્રોહિબિશનના કુલ 14 કેસો નોંધવામાં આવ્યા
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કાર્યવાહી દરમિયાન દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પ્રોહિબિશનના કુલ 14 કેસો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સરકારી આદેશોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે જાહેરનામા ભંગના 4 કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમોએ ખાસ કરીને જાણીતા જુગારીઓ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી હતી અને તેમના રહેઠાણો તેમજ આશ્રયસ્થાનો પર તપાસ કરી હતી. આ ઓપરેશનથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
વાહન ચેકિંગ અને હોટલ-ધાબા પર પોલીસના દરોડા
આ ઓપરેશનમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પણ મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કુલ 210 જેટલા વાહનોનું સઘન ચેકિંગ (Vehicle Checking) કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો કે શંકાસ્પદ જણાતા 10 વાહનોને પોલીસે ડિટેઈન કર્યા હતા. માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ હાઈવે પર આવેલી હોટલો, ધાબા અને સંવેદનશીલ વિસ્તારો (Sensitive Areas) માં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. અજાણ્યા અને શંકાસ્પદ મુસાફરોની પૂછપરછ કરીને તેમની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
રાપર અને ભચાઉ પોલીસનું આયોજન
આ સમગ્ર ઓપરેશનનું સફળ સંચાલન રાપર અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગની આ આયોજનબદ્ધ વ્યૂહરચનાને કારણે ટૂંકા ગાળામાં મોટી સંખ્યામાં કેસો શોધી શકાયા હતા. સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને આવકારી છે.
આ પણ વાંચોઃ Kutch: અપહરણ કે મોટી સાજિશ? હનીફના 'બ્રેઈન વોશ' પ્લાનને પોલીસે કેવી રીતે કર્યો ફેઈલ?


