Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch માં 380 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ચુકાદો, 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો

કચ્છના જખૌ દરિયાકાંઠે 2021માં ATS અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં 'અલ હુસેની' બોટમાંથી 380 કરોડનું 76 કિલો હેરોઈન ઝડપાયું હતું. ભુજની NDPS કોર્ટે આ કેસમાં 6 પાકિસ્તાનીઓને દોષિત ઠેરવી 20 વર્ષની કેદ અને 2 લાખના દંડની સજા ફટકારી છે. 203 દસ્તાવેજી પુરાવાઓના આધારે અદાલતે આ નશીલા પદાર્થોના વ્યવસાયને દેશ માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
kutch માં 380 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ચુકાદો  6 પાકિસ્તાનીઓને 20 વર્ષની કેદ  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Kutch ના 380 કરોડના હેરોઈન કૌભાંડમાં મોટો ચુકાદો
  • 18 ડિસેમ્બર 2021ના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
  • ભુજની NDPS અદાલતે 6 પાક. આરોપીઓને દોષિત ઠેરવ્યા

Kutch: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વર્ષ 2021 માં પકડાયેલા ચકચારી ડ્રગ્સ કૌભાંડમાં ભુજની સ્પેશિયલ NDPS અદાલતે (Court) આજે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. 18 ડિસેમ્બર 2021ના રોજ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પકડાયેલા 380 કરોડ રૂપિયાના હેરોઈન (Heroin) કેસમાં સંડોવાયેલા તમામ 6 પાકિસ્તાની આરોપીઓને અદાલતે દોષિત (Convicted) ઠેરવ્યા છે. અદાલતે આ ગુનાને સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત ગંભીર ગણાવીને દરેક ગુનેગારને 20 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

બોટમાંથી પકડાયું હતુ કરોડોનું હરોઈન

આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ (Coast Guard) દ્વારા એક અત્યંત ગુપ્ત અને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન જખૌના દરિયાકિનારે શંકાસ્પદ હાલતમાં ફરતી પાકિસ્તાની બોટ 'અલ હુસેની' (Al-Huseini Boat) ને આંતરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બોટમાંથી 76.936 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર (International Market) માં આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની કિંમત અંદાજે 380 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી હતી.

Advertisement

203 પુરાવા અને 13 સાક્ષીઓની જુબાની લેવાઈ

તપાસ એજન્સીઓ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો દાખલ કરીને ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન પક્ષે સચોટ પુરાવાઓ રજૂ કર્યા હતા. કોર્ટ સમક્ષ કુલ 203 દસ્તાવેજી પુરાવા (Documentary Evidence) અને 13 મહત્વના સાક્ષીઓની (Witnesses) જુબાની લેવામાં આવી હતી.

Advertisement

ચુકાદાથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ

કોર્ટે નોંધ્યું હતું કે, નશીલા પદાર્થોનું હેરાફેરી (Trafficking) યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. પાકિસ્તાની નાગરિકો દ્વારા ભારતીય સીમામાં ઘૂસીને આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લાવવું એ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) સામે પણ ખતરો છે. દંડની રકમ ન ભરે તો આરોપીઓએ વધારાની જેલવાસ ભોગવવો પડશે તેવો પણ આદેશમાં ઉલ્લેખ કરાયો છે. આ ચુકાદાથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સુરક્ષા એજન્સીઓની કામગીરીને મોટી સફળતા મળી છે.

આ પણ વાંચોઃ Una Firing Case માં મોટો ખુલાસો, AAP ઉમેદવાર Ajay Bambhaniya એ પોતે રચ્યું હતુ તરકટ! જાણો

Tags :
Advertisement

.

×