Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : સુગર ક્રીક ટાપુ નજીકથી માદક પદાર્થના 10 બિનવારસી પેકેટ મળ્યા, નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

Kutch : કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાંથી શંકાસ્પદ માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. સુગર ક્રીક ટાપુ નજીકથી આ પેકેટ મળી આવ્યા હોવાની વાત છે. સમગ્ર ઘટનામાં નારાયણ સરોવર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કચ્છના અલગ-અલગ દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થના પેકેટ મળી આવતા હોય છે. સૌથી મોટી વાત તો એ છે કે, આ પેકેટ કોણ નાખી જાય છે અને શા કારણોસર નાખી જાય છે. પોલીસે પેકેટનો જથ્થો જપ્ત કર્યો છે અને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
kutch   સુગર ક્રીક ટાપુ નજીકથી માદક પદાર્થના 10 બિનવારસી પેકેટ મળ્યા  નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
Advertisement
  • Kutch માથી મળી આવ્યા માદક પદાર્થના પેકેટ
  • પાણીથી ભેજયુક્ત હાલતમાં પેકેટો મળી આવ્યા
  • નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
  • પેકેટ પર “Arabian Product” લખાણ જોવા મળ્યું
  • કચ્છના ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી આવી

Kutch : નારાયણ સરોવર (narayan sarovar) વિસ્તારમાંથી શંકાસ્પદ માદક પદાર્થના 10 પેકેટ મળી આવ્યા છે. સુગર ક્રીક (sugar crick) ટાપુ નજીક દરિયામાંથી પેકેટો બિનવારસી હાલતમાં મળ્યા છે અને પોલીસ અને એસઓજીની (sog) સંયુક્ત કામગીરીમાં મોટો ખુલાસો થયો છે. દરેક પેકેટનું અંદાજે 1 કિલો વજનનો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને પેકેટ પર “Arabian Product” લખાણ જોવા મળ્યું છે. દરીયાઈ માટી અને પાણીથી ભેજયુક્ત હાલતમાં પેકેટો મળી આવ્યા છે અને પોલીસે પેકેટોને કબ્જે લઈને તપાસ હાથધરી છે.

નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

તો નારાયણ સરોવર પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે અને જે પેકેટ છે તેમાં શું છે તેને લઈ એફએસેલમાં મોકલી આપ્યા છે. આ જથ્થો સરહદ પારથી આવ્યો હોવાની આશંકા પ્રબળ બનાવે છે. લાંબા સમય સુધી દરિયાઈ પાણી અને માટીમાં રહેવાને કારણે પેકેટો ભેજયુક્ત હાલતમાં મળી આવ્યા હતા. બે દિવસ અગાઉ પણ લખપતના રોડાસર-મેડી નજીક આવેલા સુગર બેટ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. બીએસએફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા હતા.

Advertisement

kutch gujarat first

Advertisement

Kutch ના ક્રિક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી

કોટેશ્વર નજીકથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. પહેલા ડ્રગ્સના પેકેટો મળ્યા અને હવે પાકિસ્તાની બોટ ઝડપાઈ હોવાની વાત છે, બોટ પણ બિનવારસી હાલતમાં તરતી મળી આવી છે, BSFને પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ મળી આવી છે અને બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો છે. ઝડપાયેલ બોટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી અને બોટ મળ્યા બાદ દરિયાઇ સુરક્ષામાં વધારો કરાયો છે.

આ પણ વાંચો : Kutch : દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ દરમિયાન 7 માદક પદાર્થના પેકેટ બિનવારસી મળી આવ્યા

Tags :
Advertisement

.

×