Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch Chemists Strike: કચ્છમાં ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ કેમિસ્ટોની હડતાળ, 1,500 થી વધુ મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન

Kutch Chemists Strike: દેશભરમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને ઈ-ફાર્મસી કંપનીઓની જોહુકમી સામે હવે ફાર્મસી વ્યવસાયીઓએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. 'કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન'ના આહવાન પર આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટોએ હડતાળ પાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે.
kutch chemists strike  કચ્છમાં ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ કેમિસ્ટોની હડતાળ  1 500 થી વધુ મેડિકલ સ્ટોર્સના શટર ડાઉન
Advertisement
  • Kutch માં ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ કેમિસ્ટોની હડતાળ
  • જિલ્લામાં 1,500થી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા
  • કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ
  • સવારથી મેડિકલ સ્ટોર્સ પર તાળા લટકતા જોવા મળ્યા
  • દવા લેવા આવતા દર્દીઓ કરી રહ્યા છે હાલાકીનો સામનો

Kutch Chemists Strike: દેશભરમાં ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ અને ઈ-ફાર્મસી કંપનીઓની જોહુકમી સામે હવે ફાર્મસી વ્યવસાયીઓએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. 'કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન'ના આહવાન પર આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં કેમિસ્ટોએ હડતાળ પાડીને ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે. વહેલી સવારથી જ જિલ્લાના નાના-મોટા અંદાજે1,500 થી વધુ મેડિકલ સ્ટોર્સ પર તાળા લટકેલા જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર ફાર્મા માર્કેટ સ્તબ્ધ થઈ ગયું છે.

Kutch માં ઓનલાઈન ફાર્મસી વિરુદ્ધ કેમિસ્ટોનો એલાન-એ-જંગ

કેમિસ્ટ એસોસિએશનના આગેવાનો અને ચોપાલ કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના પ્રતિનિધિઓએ સત્તાવાર બાઈટ (નિવેદન) આપતા આક્ષેપ કર્યો છે કે, ઓનલાઈન દવાના અનિયંત્રિત વેચાણથી જન આરોગ્યને ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. કોઈપણ માન્ય પ્રિસ્ક્રિપ્શન કે લાયસન્સ વિના ગુણવત્તાવિહીન દવાઓ વેચનારી કંપનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. કેમિસ્ટોએ “રોગીઓના જીવન સાથે ચેડા નહીં” ના બુલંદ સૂત્ર સાથે એક થઈને કેન્દ્ર અને રાજ્ય સરકારને ઓનલાઈન ફાર્મસી પર તાત્કાલિક કડક નિયંત્રણો લાવવા લેખિત રજૂઆત કરી છે.

Advertisement

દર્દીઓને ભારે હાલાકી

બીજી તરફ, વહેલી સવારથી જ તમામ મોટા મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા નિયમિત અને કટોકટીની દવાઓ લેવા આવેલા દર્દીઓ તેમજ તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેમિસ્ટ સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર ઈ-ફાર્મસીના નિયમોનું કડક પાલન નહીં કરાવે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કડક પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આ પણ વાંચો: Morbi Diesel Shortage: હળવદના ચરાડવા ગામે રાત્રે 1 વાગ્યે ડીઝલ માટે ખેડૂતોની લાઈનો

Tags :
Advertisement

.

×