Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: સિંધોડી બીચ પરથી ડ્રોનનું પાંખિયું મળી આવતાં તપાસ તેજ

કચ્છના દરિયાકાંઠે ભુજ SOG ના સઘન પેટ્રોલિંગ દરમિયાન સિંધોડી ગામ પાસેના બીચ પરથી 10 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું ડ્રોનનું પાંખિયું મળી આવ્યું છે. બિનવારસી હાલતમાં મળેલી આ શંકાસ્પદ વસ્તુને સુરક્ષાના ભાગરૂપે ભારતીય વાયુસેનાને સોંપવામાં આવી છે, જે હવે આ અંગે વધુ તપાસ અને ટેકનિકલ પૃથક્કરણ હાથ ધરશે.
kutch  સિંધોડી બીચ પરથી ડ્રોનનું પાંખિયું મળી આવતાં તપાસ તેજ
Advertisement
  • Kutch: ભુજ SOG શાખા દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ
  • સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી મળ્યું ડ્રોનનું પાંખિયુ
  • દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રોનનું પાંખિયું મળ્યું

Kutch: ભુજ SOG (Special Operations Group) શાખા દ્વારા કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સીમાવર્તી જિલ્લો હોવાને કારણે અહીં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે શંકાસ્પદ હિલચાલને રોકવા માટે સતત 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી આ ડ્રોનનું પાંખિયુ મળતી આવતાં ચકચાર મચ્યો છે. શંકાસ્પદ ડ્રોનના પાંખિયાનો ભંગાર એકઠો કરી વધુ તપાસ હાથ ધરી છે.

સિંધોડી બીચ પરથી ડ્રોનનું પાંખિયું મળ્યું

મળતી જાણકારી અનુસાર આ પેટ્રોલિંગ ભુજ SOG શાખા દ્વારા તપાસ હાથ દરવામાં આવી હતી. આ દરમિયાન પીગલેશ્વર બીચથી સિંધોડી ગામ વચ્ચેના દરિયાકાંઠાના માર્ગ પરથી એક અત્યંત શંકાસ્પદ વસ્તુ (Suspicious object) બિનવારસી હાલતમાં મળી આવી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે આ એક વિશાળ ડ્રોનનું પાંખિયું (Drone wing) છે. આ પાંખિયાનું કદ અંદાજે 10 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળું હોવાનું જાણવા મળ્યું છે. આટલી મોટી સાઈઝનું ડ્રોનનું અંગ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વસ્તુ કોઈ મોટા માનવરહિત વિમાન અથવા લશ્કરી ડ્રોનનો હિસ્સો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Advertisement

KATCH BEACH_GujaratFirst

Advertisement

તપાસનો ધમધમાટ

આ શંકાસ્પદ પાંખિયું મળી આવ્યા બાદ તુરંત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત (Secure) કરવામાં આવ્યો હતો. ટેકનિકલ તપાસ અને આ વસ્તુની મૂળ ઓળખ કરવા માટે ભારતીય વાયુસેના (Indian Air Force) ના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOG દ્વારા આ ડ્રોનનો ભંગાર વિધિવત રીતે વાયુસેનાના અધિકારીઓને હેન્ડ ઓવર (Handover) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Kutch: માત્ર 99 દિવસમાં ખેલ ખતમ! સગીરા ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×