ટિકિટ વહેંચણીમાં 'વેપાર'નો ખેલ? Kutch Congress ના મહિલા નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો
- કચ્છ કોંગ્રેસ (Kutch Congress) માં મોટો રાજકીય ધડાકો
- જિલ્લા મંત્રી માનસી સંઘવીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
- વર્ષ 2015થી સક્રિય કાર્યકર રહી ચૂકેલી નેતાની નિરાશા
- ટિકિટ વહેંચણીમાં “વેપાર”ના ગંભીર આક્ષેપ
- બિનહરીફ બેઠકો માટે ગોઠવણ થવાનો આરોપ
Kutch Congress Resignation: કચ્છ કોંગ્રેસ ( Kutch Congress) માં આંતરિક વિખવાદ અને આરોપો સાથે એક મોટો રાજકીય ધડાકો (Political Blast) થયો છે. જિલ્લા કોંગ્રેસના મહિલા મંત્રી માનસી સંઘવીએ પક્ષના હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Resignation) આપી દેતા રાજકારણ ગરમાયું છે. વર્ષ 2015થી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહેલા માનસી સંઘવીએ પક્ષના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
Kutch Congress માં મોટો રાજકીય ધડાકો
રાજીનામું આપતી વખતે તેમણે ખાસ કરીને ટિકિટ વહેંચણીમાં "વેપાર" થતો હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમના મતે, કેટલીક બેઠકો પર બિનહરીફ વરણી થાય તે માટે અગાઉથી ગોઠવણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તેમણે જિલ્લા નેતૃત્વ પર બ્લેકમેલર તત્વોને પ્રોત્સાહન આપવા અને આરોપીઓને બચાવવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
માનસી સંઘવીના ગંભીર આક્ષેપ
માનસી સંઘવીએ પક્ષની વર્તમાન સ્થિતિ પર રોષ ઠાલવતા જણાવ્યું કે, કોંગ્રેસમાં વર્ષોથી વફાદાર રહીને કામ કરતા જૂના કાર્યકરોની સતત અવગણના (Ignoring Loyal Workers) કરવામાં આવી રહી છે. પક્ષમાં નૈતિકતા (Ethics) ખોવાઈ ગઈ હોવાનું જણાવી તેમણે કોંગ્રેસ સાથેના તમામ છેડા ફાડી નાખ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે જિલ્લા કક્ષાના મહિલા નેતાના આ રાજીનામાથી કચ્છ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: સાબરમતીના પટમાં ‘ખજાનો’ શોધવા પડાપડી, નદી ખાલી થતા જ કિંમતી વસ્તુઓ માટે ઉમટ્યા લોકો


