Kutch : દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ દરમિયાન 7 માદક પદાર્થના પેકેટ બિનવારસી મળી આવ્યા
- Kutch ના માંડવી કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થના પેકેટ મળ્યા
- 7 માદક પદાર્થના પેકેટ બિનવારસી મળી આવ્યા
- પાંચોટીયા લેન્ડિંગ પોઇન્ટ પાસેથી પેકેટ મળ્યા
- તાજેતરમાં જખૌના દરિયા કિનારેથી બિનવારસી પેકેટ મળ્યા હતા
- આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ હાથધરી
Kutch : જિલ્લાના માંડવી (Mandvi) કોસ્ટલ (coastal) વિસ્તારમાંથી માદક પદાર્થના શંકાસ્પદ પેકેટ (packet) મળી આવ્યા હોવાની વાત સામે આવી છે અને તેને લઈ એજન્સીઓ (aegencis) સતર્ક બની છે. પાંચોટીયા લેન્ડિંગ પોઈન્ટ નજીકથી 7 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હોવાની વાત સામે આવી છે. દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટ મળી આવ્યા હોવાની વાત છે અને પેકેટમાં માદક પદાર્થ હોવાની આશંકા સેવાઈ રહી છે.
માંડવીના કોસ્ટલ વિસ્તારમાંથી મળ્યા પેકેટ
કચ્છ જિલ્લાના માંડવી કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થના શંકાસ્પદ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. પાંચોટીયા લેન્ડિંગ પોઇન્ટ નજીકથી કુલ 7 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે, જેનાથી દરિયાકાંઠા વિસ્તારમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. આ પેકેટોમાં માદક પદાર્થ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જખૌના દરિયા કિનારેથી પણ બિનવારસુ પેકેટ મળવાની ઘટના સામે આવી હતી. સતત આવી ઘટનાઓ સામે આવતાં સુરક્ષા તંત્ર વધુ સજાગ બન્યું છે. દરિયાકાંઠા વિસ્તારનો ઉપયોગ તસ્કરો દ્વારા માદક પદાર્થોની હેરાફેરી માટે થતો હોવાની શંકા વધુ ગાઢ બની રહી છે.
કચ્છના માંડવી કોસ્ટલ વિસ્તારમાંથી માદક પદાર્થના પેકેટ મળ્યા
7 માદક પદાર્થના પેકેટ બિનવારસી મળી આવ્યા
પાંચોટીયા લેન્ડિંગ પોઇન્ટ પાસેથી પેકેટ મળ્યા
તાજેતરમાં જખૌના દરિયા કિનારેથી બિનવારસી પેકેટ મળ્યા હતા
બિનવારસી વસ્તુઓ અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી#Kutch #Mandvi… pic.twitter.com/exGFUbt5YB— Gujarat First (@GujaratFirst) May 3, 2026
Kutch : સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી
આ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પેકેટોમાં શું છે તેની તપાસ માટે ફોરેન્સિક ટીમને મોકલવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. Kutch જિલ્લાના દરિયાકાંઠે અવાર-નવાર ગુજરાત પોલીસને પણ બિનવારસી હાલતમાં માદક પદાર્થના પેકેટો મળી આવતા હોય છે.
આ પણ વાંચો : Kutch માં Indian Army નું શક્તિપ્રદર્શન, ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ પાકિસ્તાનને કડક સંદેશ


