કચ્છની ધરતી ફરી ધ્રૂજી: દુધઈ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, રણ વિસ્તારમાં નોંધાયું કેન્દ્રબિંદુ
Earthquake In Kutch: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. દુધઈ નજીક રિક્ટર સ્કેલ પર 2.5 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. સિસ્મોલોજી કેન્દ્ર મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicenter) દુધઈથી 18 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં નોંધાયું છે. ઘટનાથી સ્થાનિકોમાં હળવી ફાળચોડ વ્યાપી ગઈ છે.
Advertisement
Earthquake In Kutch: સરહદી જિલ્લા કચ્છ (Kutch) માં ભૂકંપના આંચકાઓ આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ દુધઈ (Dudhai) અને તેની આસપાસના સીમાડામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ક્ષણભર માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

