Kutch : લોકશાહીના પર્વમાં કચ્છવાસીઓનો જુસ્સો, વિકાસના મુદ્દાને ધ્યાને રાખી સ્થાનિકોએ કર્યુ મતદાન
- Kutch ગાંધીધામ મહાનગર પાલિકા મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ
- મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો
- મતદાન કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગી
- મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા
- ગાંધીધામની ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ મતદાન કર્યું
Kutch : કચ્છમાં મતદાન ( voting) બાદ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે મતદારોએ તેમજ ધારાસભ્યએ ખાસ વાતચીત કરી હતી, લોકશાહી પર્વમાં સૌએ ભાગ લેવો જોઈએ તેવી અપીલ કરી હતી અને વિકાસના (development) મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરવા અનુરોધ કર્યો હતો અને સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તંત્ર સજ્જ જોવા મળ્યું છે અને મતદાન ટકાવારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામ (gandhidham)ના વિવિધ મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
કચ્છ જિલ્લામાં ભાજપ તરફી મતદાન થયું હોવાનો દાવો
ભાજપ તમામ સીટો જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્યએ જીતનો દાવો કર્યો છે, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે મહામંત્રી ધવલ આચાર્યની ખાસ મુલાકાત હતી અને વિકાસના કામોના આધારે જનતા ભાજપને સમર્થન આપી રહી છે અને મતદારોમાં ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને ભાજપ દ્વારા ક્લીન સ્વીપની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીધામ મહાનગરપાલિકામાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલે છે
મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને મતદાન કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો લાગી છે અને મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા છે સાથે સાથે ગાંધીધામની ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ મતદાન કર્યું છે અને મતદાન બાદ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે જેમાં લોકશાહી પર્વમાં સૌએ ભાગ લેવો જોઈએ તેવી અપીલ કરી છે, વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરવા અનુરોધ કર્યો છે અને સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તંત્ર સજ્જ જોવા મળ્યું છે, મતદાન ટકાવારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી.
અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
વહેલી સવારે જ મતદાન કેન્દ્રો પર લોકોની લાઈનો લાગી છે અને સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે પોતાનો મત આપ્યો છે અને અંજાર સ્કૂલ નંબર 4 ખાતે મહંતશ્રીએ મતદાન કર્યું છે અને
મતદાન બાદ લોકશાહી પર્વમાં જોડાવા સૌને અપીલ કરી છે, યુવા મતદારોમાં ખાસ કરીને ઉત્સાહનો માહોલ છે અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી છે અને મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ તંત્ર તૈનાત છે અને મતદાન ટકાવારી વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા પંચાયતની 37 બેઠકો માટે મતદાન
ગાંધીધામ મહાનગર પાલિકાની 51 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે અને ભુજ નગરપાલિકાની 38 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે, મુન્દ્રા નગરપાલિકાની 28 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન
ચાલી રહ્યું છે, નખત્રાણા નગરપાલિકાની 26 બેઠકો અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન છે, માંડવી નગરપાલિકાની 36 બેઠકો અને તાલુકા પંચાયતની 17 બેઠકો માટે મતદાન અને અંજાર તાલુકા પંચાયતની 19 બેઠકો, ભચાઉ 16 બેઠકો અને રાપર 24 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે, ભુજ તાલુકામાં 30 બેઠકો અને લખપત 16 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે.
લોકગાયિકા દિવાળીબેન આહીર દ્વારા મતદારોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી
કચ્છની લોકગાયિકા દિવાળીબેન આહીર દ્વારા મતદારોને લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ એમ જણાવ્યું છે સાથે સાથે મતદાનને અધિકાર સાથે ફરજ પણ ગણાવી સૌને મતદાન કરવા અનુરોધ કર્યો છે, “મત આપો અને તમારા ભવિષ્યનો નિર્ણય કરો” એવો સંદેશ આપ્યો છે અને ગામડાંથી શહેર સુધી દરેક વર્ગના લોકો મતદાનમાં ભાગ લે તેવી અપીલ કરી છે.
આ પણ વાંચો: ટિકિટ વહેંચણીમાં 'વેપાર'નો ખેલ? Kutch Congress ના મહિલા નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો


