Kutch Election 2026 : કચ્છના માધાપરમાં બહેનોએ મતદાન માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું, લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી
- Kutch Election 2026 માટે મહિલાઓનું મતદાન અભિયાન
- માધાપરમાં બહેનોએ મતદાન માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
- તમારો મત, તમારો અધિકારનો સંદેશો આપ્યો
- ઘરે ઘરે જઈ મહિલાઓએ મતદાન માટે પ્રેરણા આપી
- યુવા મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ
Kutch Election 2026 : સમગ્ર ગુજરાત (gujarat) માં જેમ ચૂંટણીમાં મતદાન કરવાની તારીખ નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધતો જાય છે સાથે સાથે લોકો પણ મતદાન કરે અને મતદાનનો ઉપયોગ કરી વિસ્તારમાં સારો પ્રતિનિધી આવે તેવી સૌ કોઈને આશા હોય છે, ત્યારે ઘણા લોકો મતદાન કરવા જતા નથી અને આળસ અનુભવતા હોય છે તેવા લોકોની આળસ દૂર થાય તેને લઈ મતદાન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
Kutch Election 2026 માં એક મત દેશના વિકાસ માટેનો નારો ગુંજ્યો
કચ્છ જિલ્લામાં Election 2026ને ધ્યાનમાં રાખીને મહિલાઓ દ્વારા અનોખું મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને માધાપર ગામમાં બહેનો મોટી સંખ્યામાં જોડાઈ લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે લોકોને પ્રેરિત કરી રહી છે. મહિલાઓએ “તમારો મત, તમારો અધિકાર”નો સંદેશ આપી ઘરે ઘરે જઈને મતદારોને જાગૃત કર્યા હતા. તેઓએ ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાનનું મહત્વ સમજાવ્યું અને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરી.
Kutch Election 2026 ને સ્થાનિક સ્તરે આ અભિયાનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે
કચ્છ જિલ્લામાં આગામી 26 મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની કુલ 448 બેઠકો પૈકી 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે બાકીની 422 બેઠકો માટે 1090 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ભાજપે જિલ્લા પંચાયતની 1, મહાનગરપાલિકાની 1, નગરપાલિકાની 15 અને તાલુકા પંચાયતની 9 બેઠકો બિનહરીફ અંકે કરીને ચૂંટણી પૂર્વે જ વિજયી પ્રારંભ કર્યો છે.
આ પણ વાંચો : Kutch: જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા સુધી, BJP ના 300 થી વધુ ઉમેદવારો મેદાને, કોને મળી ટિકિટ?


