Kutch: પૂર્વ MLA પંકજ મહેતાની ગાડીમાંથી 40 હજાર રોકડ અને બેગ ચોરાઈ, ડ્રાઈવર પર શું લગાવ્યા આરોપ?
- Kutch: રાપરના પૂર્વ MLAના ડ્રાઈવર સામે ફરિયાદ
- પંકજભાઈ મહેતાના ગાડીમાંથી રોકડ-દસ્તાવેજોની ચોરી
- 40 હજાર રોકડા અને ફાઈલો ભરેલી બેગ ચોરાઈ
Kutch: કચ્છ જિલ્લાના રાજકારણમાં જાણીતો ચહેરો અને રાપર (Rapar) બેઠકના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજભાઈ મહેતાએ (Pankaj Mehta) પોતાના જ વિશ્વાસુ ડ્રાઈવર સામે ચોરીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આ મામલે ભુજ બી-ડિવિઝન (Bhuj B-Division) પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
Kutch: ચોરીની પદ્ધતિ અને અગત્યના દસ્તાવેજો
ફરિયાદ અનુસાર, ગત 1 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. પૂર્વ ધારાસભ્યની ગાડીમાંથી રોકડ રકમ (Cash) ₹40,000 તેમજ જમીનને લગતા અગત્યના દસ્તાવેજો (Land Documents) અને હિસાબની ડાયરી ધરાવતી બેગની ચોરી થઈ હતી. પંકજ મહેતાએ શંકાના આધારે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ કૃત્ય તેમના ડ્રાઈવર મનસુખે (Mansukh) જ કર્યું છે.
15 વર્ષનો અતૂટ વિશ્વાસ તૂટ્યો
આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે આરોપી મનસુખ છેલ્લા 15 વર્ષથી પંકજ મહેતાની ગાડી ચલાવતો હતો. દોઢ દાયકા જૂના આ સંબંધો અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ડ્રાઈવરે ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. રાજકીય અગ્રણીની અંગત વિગતો અને કિંમતી કાગળો ડ્રાઈવર પાસે હોવાથી આ મામલો વધુ સંવેદનશીલ (Sensitive) બન્યો છે.
અગાઉ પણ ATM માંથી કરી હતી ચોરી
આરોપ લગાવ્યો છે કે ડ્રાઈવર મનસુખે અગાઉ પણ પંકજભાઈ મહેતાનું કાર્ડ ચોરીને એટીએમ (ATM) માંથી ₹80,000 ઉપાડી લીધા હતા. આ અગાઉની ઘટના છતાં વિશ્વાસના નાતે કદાચ કડક પગલાં લેવાયા ન હતા, પરંતુ ફરીવાર મોટી ચોરી થતા હવે કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને દસ્તાવેજો રિકવર કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચોઃ Kutch: શું શિક્ષણના ધામમાં ધર્મનું વિભાજન? અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં હનુમાન ચાલીસા મુદ્દે વિવાદ, જાણો


