Kutch: BJP મંત્રી દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં કાર્યવાહી, LCB એ વધુ 2 વ્યાજખોરને દબોચ્યા
- Kutch: ગાંધીધામમાં ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોતનો મામલો
- LCB દ્વારા મુકેશ અને હરેશની કરવામાં આવી ધરપકડ
- દીપેશ ત્રિપાઠીએ 5મી માર્ચે આત્મહત્યા કરી હતી
Kutch: કચ્છ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ (Gandhidham) ભાજપના (BJP) ના મંત્રી દીપેશ ત્રિપાઠી (Dipesh Tripathi) ના આત્મહત્યાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. LCB દ્વારા આ કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓ મુકેશ મીરાણી (Mukesh Mirani) અને હરેશ મીરાણી (Haresh Mirani) ની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરના વ્યાજખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Kutch: 5 માર્ચે દીપેશ ત્રિપાઠીએ કર્યો હતો આપઘાત
ગત 5મી માર્ચના રોજ ભાજપના સક્રિય નેતા અને મંત્રી દીપેશ ત્રિપાઠીએ (Dipesh Tripathi) અચાનક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ હતી. દીપેશભાઈ ગાંધીધામના સામાજિક અને રાજકીય વર્તુળોમાં જાણીતું નામ હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, દીપેશભાઈ પોતાના વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ધંધામાં મોટું નુકસાન (Business Loss) થતાં તેઓ ગંભીર આર્થિક સંકટ (Financial Crisis) માં આવી ગયા હતા. આ સંકટમાંથી બહાર આવવા માટે તેમણે બજારમાંથી ઉંચા વ્યાજે નાણાં લીધા હોવાનું મનાય છે.
Kutch: વ્યાજખોરોનો અમાનવીય ત્રાસ
મળતી જાણકારી અનુસાર જે લોકો પાસેથી દીપેશભાઈએ નાણાં લીધા હતા, તે વ્યાજખોરો દ્વારા તેમને સતત માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતા હતા. મુદ્દલ રકમ ચૂકવી દીધી હોવા છતાં અથવા વ્યાજની રકમમાં તોતિંગ વધારો કરીને વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ વ્યાજખોરોનો ત્રાસ એટલો હદે વધી ગયો હતો કે દીપેશ ત્રિપાઠી માનસિક રીતે ભાંગી પડ્યા હતા. અંતે, કોઈ રસ્તો ન સૂઝતા તેમણે પોતાના જીવનનો અંત લાવવાનું કપરું પગલું ભર્યું હતું.
સુસાઈડ નોટ અને 18 શખ્સો સામે ફરિયાદ
દીપેશ ત્રિપાઠીએ આપઘાત પૂર્વે એક અંતિમ ચિઠ્ઠી એટલે કે સુસાઈડ નોટ (Suicide Note) લખી હતી. આ ચિઠ્ઠી પોલીસ માટે સૌથી મહત્વનો પુરાવો બની રહી છે. સુસાઈડ નોટમાં તેમણે કુલ 18 વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો, જેઓ તેમને આપઘાત કરવા માટે મજબૂર કરી રહ્યા હતા. આ હૃદયદ્રાવક નોંધના આધારે જ પોલીસ મથકે (Police Station) કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ યાદીમાં શહેરના કેટલાક જાણીતા શખ્સોના નામ પણ હોવાથી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Surat: આશ્રમના બંધ દરવાજા પાછળ શું રમાતી હતી રમત? Pradeep Guruji ના પાપના સામ્રાજ્યનો પર્દાફાશ!
LCB એ વધુ બે આરોપીઓને પકડી પાડ્યા
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસનો દોર LCB ને સોંપવામાં આવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે પોલીસે દરોડા પાડીને મુકેશ મીરાણી અને હરેશ મીરાણીને ઝડપી પાડ્યા છે. પોલીસ આ બે આરોપીઓને સાથે રાખીને તે તમામ સ્થળોએ તપાસ કરી રહી છે જ્યાં વ્યાજખોરીનું નેટવર્ક ફેલાયેલું હતું.આ કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસને પગલે ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર વ્યાજવટાવનો ધંધો કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. હાલ ફરાર આરોપીઓેને ઝ઼ડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kutch : ગાંધીધામ ભાજપ મંત્રીના મોત મામલે મોટો ઘટસ્ફોટ, સ્યુસાઈડ નોટમાં 17 નામનો પર્દાફાશ!


