Kutch માં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન, મતદાન કરવા લોકોને કરી અપીલ
- Kutch જિલ્લામાં જામ્યો ચૂંટણીનો જંગ
- માધાપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન
- ભાજપના ઉમેદવારો દ્રારા નવાવાસ વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજાયો
- મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા
- રોડ શો દરમિયાન વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો
Kutch : કચ્છ જિલ્લામાં નગરપાલિકાની (nagarpalika) સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે, ત્યારે ઉમેદવારો (candidate) દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને અપીલ કરી છે કે મતદાનના દિવસે જરૂર મતદાન (voting) કરે ત્યારે વિકાસના મુદ્દાઓ સાથે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, યુવાનો અને મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે અને પ્રચાર દરમિયાન સૂત્રોચ્ચારથી વિસ્તાર ગુંજ્યો છે. આવનારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારોએ.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે
26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, કચ્છના માધાપર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોએ પોતાની તાકાત બતાવતા એક વિશાળ રોડ શોનું આયોજન કર્યું હતું. માધાપરના નવાવાસ વિસ્તારમાં યોજાયેલા આ રોડ શોમાં કાર્યકરો અને સમર્થકોની ભવ્ય જનમેદની ઉમટી પડી હતી.
Kutch નું માધાપર ગુંજ્યું 'કેસરીયા' રંગે
ભાજપે કચ્છ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 36 ઉમેદવારોના (Candidates) નામ જાહેર કર્યા છે. નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો ભુજ નગરપાલિકામાં સૌથી વધુ 11 વોર્ડમાં 42 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. માંડવી નગરપાલિકામાં 9 વોર્ડ માટે 36, અંજાર નગરપાલિકામાં 9 વોર્ડમાં 36, જ્યારે મુંદ્રા-બારોઈ અને નખત્રાણા નગરપાલિકાના 7-7 વોર્ડ માટે 28-28 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપીને એન્ટી-ઈન્કમ્બન્સી (Anti-incumbency)ખાળવાનો પ્રયાસ કરાયો છે.
આ પણ વાંચો : ટિકિટ વહેંચણીમાં 'વેપાર'નો ખેલ? Kutch Congress ના મહિલા નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો


