Kutch : સોશિયલ મીડિયામાં ISISની વિચારધારા ફેલાવનાર શખ્સને SOGએ લોડાઈ ગામેથી ઝડપ્યો
- Kutch પશ્ચિમ SOG દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
- દેશની એકતા અને અખંડિતતા વિરુદ્ધ સામગ્રી શેર કરતો હતો
- Kutch પશ્ચિમ SOG દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
- સમગ્ર મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથધરી
- પશ્ચિમ કચ્છ પોલીસ શંકાસ્પદ સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર કડક નજર
- ISIS વિચારધારા ફેલાવવાના આરોપે શખ્સ વિરુદ્ધ કાર્યવાહી
Kutch : સોશિયલ મીડિયાના (Social media) માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેમાં ભુજ (bhuj) તાલુકાના લોડાઈ (lodai) ગામેથી એક શખ્સની અટાકયત કરવામાં આવી છે, ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજી પોલીસને આ મામલે બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ પૂછપરછ કરી રહી છે.
Kutch સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને થઈ જાણ
પશ્ચિમ Kutch એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, લોડાી ગામે ફકીરમામદ ઈસા ગગડા નામનો શખ્સ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. અને તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરતો હતો. જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મુકી આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. ઝડપાયેલ શખ્સ દેશની એકતા જોખમાય તે રીતની પોસ્ટ કરતો હતો.
પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
પશ્ચિમ Kutch SOG દ્વારા આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્સ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને આ શખ્સ કોને-કોને માહિતી અને મેસેજ કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરાયો છે.
આ પણ વાંચો : Kutch: વેણુ બેટ પાસે રક્તરંજિત અકસ્માત, એક જ પરિવારના બેના મોત


