Kutch: કંડલામાં આવેલી ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ, સર્જાઈ અફરાતફરી
- Kutch Fire: કંડલામાં ગારમેન્ટ કંપનીમાં ભીષણ આગ
- સ્પેશિયલ ઇકોનોમીક ઝોનમાં આવેલી છે કંપની
- એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ
Kutch Fire: કચ્છ જિલ્લાના આર્થિક હબ સમાન કંડલા (Kandla) સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (Special Economic Zone) માં આજે એક મોટી આગ લાગવાની ઘટના ઘટી છે. અહીં આવેલી એક જાણીતી ગારમેન્ટ કંપનીમાં (Garment Company) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. કંપનીના પ્લાન્ટમાંથી એકાએક અગનજ્વાળાઓ નીકળવાનું શરૂ થતા કામદારોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને ભારે નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.
Kutch Fire: દૂર-દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટા
આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટા કિલોમીટરો દૂર સુધી આકાશમાં જોવા મળ્યા છે. ગારમેન્ટ કંપની હોવાને કારણે અંદર રહેલા કાપડ અને કેમિકલના જથ્થાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું, જેના કારણે આગ જોતજોતામાં આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ છે. કંડલા (Kandla) અને આસપાસના વિસ્તારના લોકો આ દ્રશ્યો જોઈને ફાળ પડી ગયા હતા. સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
Kutch Fire: ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની જાણ થતા જ કંડલા પોર્ટ (Kandla Port), ગાંધીધામ (Gandhidham) અને અંજાર (Anjar) થી ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, પવનની ગતિ અને કાપડના જથ્થાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ બાદ જ બહાર આવશે.
આર્થિક નુકસાનનું મોટું અનુમાન
કંડલા (Kandla) સેઝની આ ગારમેન્ટ કંપનીમાં કરોડો રૂપિયાનું તૈયાર કાપડ અને કાચો માલ હોવાનું મનાય છે. આ ભીષણ આગને કારણે મશીનરી અને સ્ટોક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં આસપાસની અન્ય કંપનીઓને પણ સાવચેત કરી દેવામાં આવી છે જેથી આગ વધુ ન ફેલાય.
આ પણ વાંચોઃ Ahmedabad: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં ભીષણ આગ, 4 જેટલી બસ ફસાઈ


