Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch ના કુંજીસરમાં ખાનગી કંપની સામે વિરોધ, કામના 8 કલાક કરો નહીં તો..!

કચ્છના ભચાઉમાં કુંજીસર નજીક ખાનગી કંપની સામે મજૂરોએ 44 ડિગ્રી ગરમીમાં પણ વિરોધ ચાલુ રાખ્યો છે. શહીદ ભગતસિંહ સેનાના સમર્થન સાથે મજૂરો 8 કલાકની ડ્યુટી, સેફ્ટી સાધનો અને છૂટા કરાયેલા કામદારોને પરત લેવાની માંગ કરી રહ્યા છે. મેનેજમેન્ટ પર પક્ષપાતના આક્ષેપો સાથે આગામી દિવસોમાં આંદોલન તેજ કરવાની ચીમકી અપાઈ છે.
kutch ના કુંજીસરમાં ખાનગી કંપની સામે વિરોધ  કામના 8 કલાક કરો નહીં તો
Advertisement
  • Kutch ના કુંજીસર પાસે ખાનગી કંપની સામે વિરોધ
  • ભચાઉમાં મજૂરોએ કંપની મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો
  • 44 ડિગ્રી ગરમીમાં પણ મજદૂરોનો વિરોધ યથાવત

Kutch: કચ્છના ભચાઉ તાલુકાના કુંજીસર (Kunjisar) નજીક આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરો (Laborers) એ પોતાની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે. શહીદ ભગતસિંહ સેના (Shaheed Bhagatsingh Sena) દ્વારા આયોજિત જનજાગૃતિ અભિયાનના બીજા દિવસે પણ આ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અત્યારે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેમ 44 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પોતાના હક માટે લડી રહેલા મજૂરો ડગ્યા નથી અને કંપનીના દરવાજે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

katch_GujaratFirst 11

Advertisement

શું છે માંગણીઓ?

આ વિરોધ પ્રદર્શનમાં મજૂરોની સૌથી મુખ્ય માંગ 8 કલાકની નિશ્ચિત નોકરીના (Fixed Working Hours) સમયની છે. મજૂરોનો આક્ષેપ છે કે તેમની પાસે નિર્ધારિત સમય કરતાં વધુ કામ લેવામાં આવે છે. આ ઉપરાંત, કંપનીમાં કામ કરતા કામદારોને પૂરતા પ્રમાણમાં સેફ્ટી સાધનો (Safety Equipment) પૂરા પાડવામાં આવતા નથી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જોખમ ઊભું થાય છે. મજૂરોએ કંપની મેનેજમેન્ટ પર પક્ષપાત અને અન્યાય કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. અગાઉ જે કામદારોને કોઈ પણ યોગ્ય કારણ વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા, તેમને તાત્કાલિક ધોરણે પરત નોકરીમાં લેવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

Advertisement

katch_GujaratFirst

સંગઠિત શક્તિ અને નારાબાજી

વિરોધ સ્થળ પર મજૂરો દ્વારા "મજદૂર એકતા જિંદાબાદ"ના (Labor Unity) ગગનભેદી નારા લગાવવામાં આવ્યા હતા. શહીદ ભગતસિંહ સેનાના નેજા હેઠળ મજૂરોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કામદારોનું કહેવું છે કે જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ તેમની વાજબી માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. વિરોધ પ્રદર્શનમાં સામેલ મજૂરોએ એકસૂરે જણાવ્યું હતું કે તેઓ પક્ષપાતી વલણ (Biased Attitude) હવે સહન કરશે નહીં અને પોતાના અધિકારો માટે મક્કમતાથી લડશે.

આંદોલન ઉગ્ર બનવાની ચીમકી

શહીદ ભગતસિંહ સેના દ્વારા જનતાને પણ મજૂરોના સમર્થનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. સંગઠને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં મજૂરોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક બનાવવામાં આવશે. સ્થાનિક તંત્ર અને કંપની મેનેજમેન્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. હાલ તો કુંજીસર નજીકનો આ વિસ્તાર મજૂર આંદોલનને કારણે ભારે ચર્ચામાં રહ્યો છે.

આ પણ વાંચોઃKutch: ભુજની માતૃછાયા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ વધાર્યું જિલ્લાનું ગૌરવ

Tags :
Advertisement

.

×