Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch ના લોડાઈમાં પાણીપૂરીનો કહેર! ઘરે-ઘરે સરવે હાથ ધરાયો

કચ્છના લોડાઈ ગામે પાણીપુરી ખાતા લોકોની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે અને આરોગ્ય વિભાગે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, બે દિવસ પહેલા પાણીપુરી સ્થાનિકોએ ખાધી હતી અને લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
kutch ના લોડાઈમાં પાણીપૂરીનો કહેર  ઘરે ઘરે સરવે હાથ ધરાયો
Advertisement
  • Kutch ના લોડાઈ ગામે પાણીપૂરી ખાતા ફૂડ પોઈઝનિંગ
  • તપાસ દરમિયાન વધુ 34 કેસ આવતા તંત્ર દોડતું થયું
  • આરોગ્ય વિભાગના ચોપડે કુલ કેસનો આંક 70 પર પહોંચ્યો
  • ગામલોકોના મતે 100થી વધુ લોકો બીમારીની ઝપેટમાં
  • આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઘરે-ઘરે સર્વે હાથ ધરાયો

Kutch Food Poistioning Case : કચ્છ (Kutch) જિલ્લાના ભુજ (Bhuj) તાલુકાના લોડાઈ (lodai) ગામમાં ફૂડ પોઇઝનિંગ (food postioning)ની ઘટના બની હતી અને આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે સાથે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 70 કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પાણીપુરી વિક્રેતાનો પરિવાર પણ બીમાર પડ્યાનું તપાસમાં સામે આવ્યું

કચ્છના લોડાઈ ગામે પાણીપૂરી ખાતા ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અને આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વધુ 34 કેસ આવતા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગના ચોપડે કુલ કેસનો આંક 70 પર પહોંચ્યો છે અને ગામ લોકોના મતે 100થી વધુ લોકો બીમારીની ઝપેટમાં આવ્યા હોવાનું અનુમાન છે, આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઘરે-ઘરે સરવે હાથ ધરાયો છે. ગામમાં પાણીપુરી (Panipuri) ખાધા બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, સાંજના સમયે લારી પર પાણીપુરીનો આનંદ માણ્યા બાદ 50થી વધુ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી.

Advertisement

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સ્થાનિકોને સારવાર માટે ખસેડાયા છે

આરોગ્ય વિભાગે પાણીપુરીની લારીઓ પર પણ તપાસ શરૂ કરી છે, સાથે સાથે જે લોકોની તબિયત લથડી છે તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ (G.K. General Hospital Bhuj) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જે દર્દીની તબિયત સુધારા પર હતી તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે સરવે કરવામાં આવ્યો છે તેમાં ગ્રામજનો દ્વારા પણ સહકારઆપવામાં આવી રહ્યો છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગની ટીમ પાણીપુરીના વિક્રેતાઓને દંડ ફટકારે છે કે પછી અન્ય કોઈ પગલા ભરે છે.

Advertisement

kutch gujarat first

ફૂડ પોઈઝનિંગના કારણો

ઉનાળાના દિવસોમાં ખાદ્યપદાર્થો તરત જ બગડી જવાની સંભાવના હોય છે. ગરમીને કારણે ખાદીપદાર્થોમાં બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ, ઝેરી તત્વો વધી જાય છે ત્યારે કોઈપણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થાય છે. સાદી ભાષામાં સમજીએ તો ખરાબ ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ખોરાક કેવી રીતે બગડે છે તે કેવી રીતે રાંધવામાં આવે છે અને તેમાં શું ઉમેરવામાં આવ્યું છે તેના પર આધાર રાખે છે. તે રસોઈ દરમિયાન પણ બગડી શકે છે. એટલું જ નહીં ઉનાળાના દિવસોમાં ખાદ્યપદાર્થો તરત જ બગડી જાય છે.

આ પણ વાંચો :  Kutch: પાણીપુરીનો સ્વાદ પડ્યો ભારે, બાળકો, મહિલાઓ સહિત 50 થી વધુ હોસ્પિટલમાં

Tags :
Advertisement

.

×