Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mandvi: બ્રહ્મસમાજ અને સંત વચ્ચે Controversy નો સુખદ અંત: સ્વામી સૂર્યપ્રકાશે વિવાદિત ટિપ્પણી બદલ માંગી માફી

Swami Suryaprakash Apology: કચ્છના માંડવીમાં બ્રહ્મચોર્યાશી કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર સ્વામી સૂર્યપ્રકાશ (Swami Suryaprakash) ના નિવેદનથી વિવાદ સર્જાયો હતો, જેની સામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કડક જવાબ આપ્યો હતો. બાદમાં, સનાતન એકતા માટે બ્રહ્મસમાજ અને સંતો વચ્ચે યોજાયેલી બેઠકમાં સ્વામીએ દિલગીરી વ્યક્ત કરી માફી માંગતા આ વિવાદનો સુખદ અંત આવ્યો છે.
mandvi  બ્રહ્મસમાજ અને સંત વચ્ચે controversy નો સુખદ અંત  સ્વામી સૂર્યપ્રકાશે વિવાદિત ટિપ્પણી બદલ માંગી માફી
Advertisement

Mandvi Controversy મામલે સંતે માંગી માફી
બ્રહ્મસમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત
વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી
સનાતન એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો
માંડવીમાં બ્રહ્મસમાજ-સંતો વચ્ચે સુખદ સમાધાન
વાયરલ વીડિયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર

Mandvi Controversy: કચ્છ (Kutch) ના માંડવી (Mandvi) ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમ બાદ મોટો વિવાદ સર્જાયો હતો. માંડવીમાં આશરે 1400 જેટલા બ્રાહ્મણોની વિશાળ ઉપસ્થિતિમાં 'બ્રહ્મચોર્યાશી' (Brahmachoryashi) નો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્વામી સૂર્યપ્રકાશ (Swami Suryaprakash) દ્વારા બ્રાહ્મણ સમાજ વિશે એક અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. સ્વામીના આ વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થતાં જ સમગ્ર બ્રહ્મસમાજ (Brahm Samaj) માં ભારે રોષ અને આક્રોશની લાગણી ફાટી નીકળી હતી.

Advertisement

ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આપ્યો કડક જવાબ

સ્વામીની આ ટિપ્પણી સામે સ્થાનિક ધારાસભ્ય (MLA) અનિરુદ્ધભાઈ દવે (Aniruddhabhai Dave) એ મંચ પરથી જ સ્વામીને ખૂબ જ કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે બ્રહ્મસમાજનું ગૌરવ જાળવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બ્રાહ્મણ ક્યારેય ભીખ માંગતા નથી. ધારાસભ્યના આ આકરા પ્રત્યાઘાત અને સમગ્ર સમાજમાં વધતા વિરોધને પગલે મામલો ગંભીર બન્યો હતો અને સનાતન ધર્મના વિવિધ સંગઠનો પણ આ મામલે સક્રિય થયા હતા.

Advertisement

બેઠક બાદ ગેરસમજ દૂર થઈ અને વિવાદનો અંત આવ્યો

આ વિવાદને વધુ વણસતો અટકાવવા અને સનાતન એકતા (Sanatan Ekta) જાળવી રાખવા માટે બ્રહ્મસમાજના અગ્રણીઓ અને સંતો વચ્ચે એક મહત્વની બેઠક (Meeting) યોજવામાં આવી હતી. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે વિગતવાર ચર્ચા થઈ હતી અને વાયરલ વીડિયોના કારણે સર્જાયેલી તમામ ગેરસમજોને દૂર કરવામાં આવી હતી. સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે બંને પક્ષોએ સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો.

સંતે વ્યક્ત કરી દિલગીરી, સુખદ સમાધાન થયું

બ્રહ્મસમાજના આગેવાનો સાથેની બેઠક બાદ સંત સ્વામી સૂર્યપ્રકાશે પોતાના વિવાદિત શબ્દો બદલ જાહેરમાં દિલગીરી (Regret) વ્યક્ત કરી હતી અને બ્રહ્મસમાજની માફી (Apology) માંગી હતી. સંત દ્વારા માફી માંગવામાં આવતા જ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદનો આખરે સુખદ અંત (Happy Ending) આવ્યો છે. બ્રહ્મસમાજે પણ ઉદારતા દાખવીને સનાતન સંસ્કૃતિની એકતા માટે આ વિવાદને અહીં જ પૂર્ણ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: Bhuj 'Kamalam' બેઠકનો અંતિમ નિર્ણય: જાણો ભુજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ કોણ બન્યા?

Tags :
Advertisement

.

×