Kutch : કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને મોટું નુકસાન, ગ્રાહકોને પણ ઊંચા ભાવ ચૂકવવા પડી શકે છે
- Kutch જિલ્લામાં કેસર કેરીના પાકને નુકસાન
કમોસમી વરસાદના કારણે આંબાને નુકાસન
કેરીની ગુણવત્તા પર મોટી અસર દેખાઈ
સોનાપરી કેરીનું ખેડૂતો કરશે વાવેતર !
કેસર કેરીના ભાવમાં વધારો ઝીંકાયો
Kutch : કેસર કેરી (mango) માટે પ્રસિદ્ધ કચ્છમાં આ વર્ષે ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતો (farmers) અને વેપારીઓ (traders) બંને ચિંતિત છે. સામાન્ય રીતે કચ્છની કેરીને વિદેશોમાં (foreign) પણ સારી માગ રહેતી હોય છે, પરંતુ આ વખતે ઉત્પાદન ઓછું હોવાથી નિકાસ પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખેડૂતો જણાવે છે કે, માવઠાના કારણે કેરીના ગુણવત્તા પર પણ અસર પડી છે. ઘણા બાગોમાં ફળ નાનું રહ્યું છે અને કેટલાકમાં ડાઘ પડવાના કેસ પણ જોવા મળ્યા છે. પરિણામે બજારમાં આવતી કેરીની ગુણવત્તા અને માત્રા બંને ઘટી છે.
ગ્રાહકોને કેરીના ભાવ ઊંચા ચૂકવવા પડી શકે છે
આ પરિસ્થિતિમાં, કેટલાક ખેડૂતો હવે પરંપરાગત કેસર કેરીના બદલે “સોનપરી” જાત તરફ વળી રહ્યા છે. સોનપરી મેંગો વરસાદ અને પવન જેવી પરિસ્થિતિમાં પણ ઝાડ પર મજબૂત રીતે ટકી રહે છે અને ઓછું નુકસાન સહન કરે છે. તેથી ભવિષ્યમાં આ જાતનું વાવેતર વધે તેવી શક્યતા છે. હાલમાં કચ્છની કેસર કેરી મે મહિનાના અંતિમ તબક્કામાં બજારમાં આવવાની શક્યતા છે. ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં ભાવ ઊંચા રહેવાની સંભાવના છે. વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે કેસર કેરીનો ભાવ અંદાજે પ્રતિ કિલો 150 રૂપિયા સુધી પહોંચી શકે છે. સમગ્ર પરિસ્થિતિને જોતા ખેડૂતો માટે આ સિઝન પડકારજનક બની છે, જ્યારે ગ્રાહકોને પણ ઊંચા ભાવ ચૂકવવા પડી શકે છે.
કચ્છી કેસર કેરી વધુ મીઠી હોય છે
કચ્છની કેસર કેરી તેના વિશિષ્ટ કેસરી રંગ, મીઠાશ અને સુગંધ માટે જાણીતી છે, જે ગીરની કેરી પછી ગુજરાતમાં ખૂબ લોકપ્રિય છે. અંજાર (કચ્છ) મુખ્ય બજાર છે, જ્યાં મે મહિનાથી જૂન મધ્ય સુધી હરાજી ચાલે છે. આ કેરી ગીર કરતાં થોડી મોડી આવે છે અને 15 જૂન સુધી મળી રહે છે. કચ્છી કેસરનો સ્વાદ ગીરની કેરી કરતાં વધુ મીઠો હોઈ શકે છે અને તે ખૂબ જ રસદાર હોય છે. અંજારની માર્કેટમાં આ કેરીની મુખ્ય હરાજી થાય છે. સિઝનની શરૂઆતમાં 5 કિલોની પેટીનો ભાવ અંદાજે રૂ.500-700ની આસપાસ હોય છે.
આ પણ વાંચો : Identify Real Mango : તમે જે કેરી ખાઈ રહ્યા છો તે ઝેર તો નથી ને? ઘરે જ આ રીતે કરો ઓળખ


