Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : ચોપડવા ગામ પાસે આગનું તાંડવ, પ્લાસ્ટિકનું ગોડાઉન આવ્યું આગની ઝપેટમાં

Kutch : કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા (Chopadva) ગામ નજીક આજે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં (Plastic Godown) અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આગની તીવ્રતાને જોતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
kutch   ચોપડવા ગામ પાસે આગનું તાંડવ  પ્લાસ્ટિકનું ગોડાઉન આવ્યું આગની ઝપેટમાં
Advertisement
  • કચ્છ (Kutch) ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા નજીક આગ
  • પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ (Fire) લાગી
  • બનાવના પગલે ભચાઉ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • આગને ઓલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

Kutch: કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ તાલુકાના ચોપડવા (Chopadva) ગામ નજીક આજે એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં (Plastic Godown) અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળી હતી. આગની તીવ્રતાને જોતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

Kutch Bhachau Fire- Gujarat first

Advertisement

કચ્છ (Kutch) ભચાઉ (Bhachau) તાલુકાના ચોપડવા નજીક આગ

આગ લાગવાની જાણ થતા જ ભચાઉ ફાયર વિભાગની (Bhachau Fire Department) ટીમ તાત્કાલિક ઘટના સ્થળે (Incident Spot) પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની અને તેને ઓલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના અટકી હતી.

Advertisement

Kutch Bhachau Fire- Gujarat first

કોઈ જાનહાનિ નહીં

સદનસીબે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ (Casualty) થઈ નથી, જે રાહતના સમાચાર છે. જોકે, પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન (Financial Loss) થવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : Gujarat News : આજે 12 માર્ચ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×