કચ્છમાં રોડ અકસ્માતોનો સિલસિલો યથાવત, મુન્દ્રામાં ટ્રક નીચે આવી જતાં યુવકનું કમકમાટીભર્યું મોત
Mundra Container Accident: કચ્છના મુન્દ્રામાં માનસી સર્કલ નજીક કન્ટેનર ટ્રક નીચે આવી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલાએ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Kutch Road Accident: કચ્છ (Kutch) જિલ્લામાં હાઇવે અને સ્થાનિક માર્ગો પર અકસ્માતોની વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં મુન્દ્રા (Mundra) ના વ્યસ્ત એવા માનસી સર્કલ (Mansi Circle) નજીક એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રોડ પરથી પસાર થઈ રહેલી એક બેફામ કન્ટેનર ટ્રકની નીચે આવી જતાં એક અજાણ્યા વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ભારેખમ વ્હીલ નીચે આવી જતાં આ વ્યક્તિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાના પગલે આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.

