Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch Murder Case: ભચાઉમાં મર્ડર કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

કચ્છના ભચાઉમાં હત્યા કેસનો ભેદ ઉકેલતા પોલીસે ચાર આરોપીઓ રહીમ, ઇરફાન, હસન અને ઇકબાલની ધરપકડ કરી છે. નાની ચિરઈના રહેવાસી આ આરોપીઓ સામે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. ભચાઉ પોલીસની સક્રિય કામગીરી અને પેટ્રોલિંગને કારણે આ મર્ડર કેસ ઝડપથી ઉકેલાયો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
kutch murder case  ભચાઉમાં મર્ડર કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા
Advertisement
  • Kutch Murder Case: પોલીસને મર્ડરના ગુનામાં સફળતા
  • હત્યા કેસના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
  • ગુપ્ત બાતમીના આધારે ભચાઉ વિસ્તારમાં કાર્યવાહી

Kutch Murder Case: કચ્છ જિલ્લાના ભચાઉ (Bhachau) પંથકમાં તાજેતરમાં બનેલી હત્યાની ગંભીર ઘટનાનો ભચાઉ પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. હત્યાના આ ચકચારી કેસમાં સંડોવાયેલા કુલ 4 આરોપીઓને પોલીસે દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

મળતી માહિતી મુજબ, ભચાઉ પોલીસ સ્ટેશન (Bhachau Police Station) ના સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, હત્યાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ ભચાઉ વિસ્તારમાં છુપાયા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દીધું હતું અને શંકાસ્પદ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી અને ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

ચારેય આરોપીઓ નાની ચિરઈ વિસ્તારના

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચારેય આરોપીઓ નાની ચિરઈ (Nani Chirai) વિસ્તારના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓમાં રહીમ (Rahim), ઇરફાન (Irfan), હસન (Hasan) અને ઇકબાલ (Iqbal) નો સમાવેશ થાય છે. આ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1), 118(2), 296 સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી

ભચાઉ પોલીસ સ્ટાફની સતર્કતા અને વ્યાવસાયિક તપાસને કારણે હત્યા જેવો જટિલ કેસ ટૂંકા સમયમાં ઉકેલાઈ શક્યો છે. હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળતા બાદ પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે .

 આ પણ વાંચોઃ ભુજથી રાજધાની દિલ્હી સુધી દૈનિક Express Train સેવા શરુ, સુવિધાનો નવો અધ્યાય

Tags :
Advertisement

.

×