Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ફૂંકાશે સત્તાનો પવન! કચ્છની જનતાનો જનાદેશ આવતીકાલે આવશે સામે

Kutch પાલિકા-મનપાની મતગણતરી આવતીકાલે યોજાઈ રહી છે છે ત્યારે પરિણામો પર સૌ કોઈની નજર રેશે અને ગત ટર્મમાં કચ્છમાં ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું હતું, જેમાં ભુજની 36, અંજારની 35 અને માંડવીની 31 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. ગાંધીધામ મનપામાં 52 માંથી 47 બેઠકો ભાજપે જીતી હતી અને નખત્રાણા નપાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીનું પણ આવતીકાલે પરિણામ જાહેર થશે.
kutch   નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીમાં ફૂંકાશે સત્તાનો પવન  કચ્છની જનતાનો જનાદેશ આવતીકાલે આવશે સામે
Advertisement
  • Kutch ની નગરપાલિકા અને મનપાની હાથ ધરાશે મતગણતરી
  • ગતટર્મમાં નખત્રાણા સિવાય તમામ નપામાં ભાજપ હતું શાસન
  • ગત વખતે ભુજ નપાની 44માંથી 36 બેઠક ભાજપને મળી હતી
  • અંજાર નગરપાલિકાની 36 માંથી 35 બેઠકો ભાજપે જીતી હતી
  • માંડવી નપાની 36માંથી 31 બેઠક પર ભાજપનો થયો હતો વિજય

Kutch : આ વખતે ગાંધીધામ (gandhidham) મહાનગરપાલિકા તરીકેની પ્રથમ ચૂંટણી (election) અને નખત્રાણા નગરપાલિકાના (nagarpalika) પરિણામો (result) પર સૌની નજર ટકેલી છે. ખાસ કરીને નખત્રાણામાં ગત વખતે ભાજપ (bjp) શાસન મેળવી શક્યું ન હતું, ત્યારે આ વખતે ત્યાં કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે. તંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કચ્છમાં આવતીકાલે 1 મહાનગરપાલિકા, 5 નગરપાલિકા સહિત 9 તાલુકા અને એક જિલ્લા પંચાયત માટે મત ગણતરી યોજાશે.

422 બેઠકો માટે 1065 ઉમેદવારોની મત ગણતરી

ક્ચ્છના દરેક તાલુકા મથક પર આવતીકાલે મતગણતરી યોજાશે જેમાં હાલમાં ગરમીનો માહોલ છે તો મંડપથી લઈ પાણીની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બપોર સુધીમાં ચૂંટણીનું ચિત્ર નક્કી થઈ જશે. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. જિલ્લાના કુલ 422 બેઠકો માટે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું અને આ ચૂંટણીમાં કુલ 1,065 ઉમેદવારોનું ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં સીલ થઈ ગયું છે.

Advertisement

Kutch : શહેરી વિસ્તારમાં મતદારોની ઓછી ભાગીદારી

તે ઉપરાંત નખત્રાણા અને મુન્દ્રા નગરપાલિકામાં પણ ઊંચું મતદાન નોંધાયું છે, જ્યાં મતદાન કેન્દ્રો પર દિવસભર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. બીજી તરફ ગાંધીધામ મહાનગરપાલિકામાં અપેક્ષા કરતા ઓછું મતદાન નોંધાયું છે, જે શહેરી વિસ્તારમાં મતદારોની ઓછી ભાગીદારી દર્શાવે છે. ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની જીતના દાવા કર્યા છે અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. બંને પક્ષોનું માનવું છે કે જનતા તેમના પક્ષના વિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને મતદાન કર્યુ છે.

Advertisement

આ પણ વાંચો : Kutch Election 2026 : કચ્છના માધાપરમાં બહેનોએ મતદાન માટે જાગૃતિ અભિયાન હાથ ધર્યું, લોકશાહી મજબૂત બનાવવા મતદાન જરૂરી

Tags :
Advertisement

.

×