Kutch: દીકરી અને પ્રેમીને પરિવારે મારીને કૂવામાં ફેંકી દીધા, આખરે દોઢ મહિને આ રીતે ફૂટ્યો ભાંડો!
- Kutch Double Murder Case: ખાંભલા ગામમાં ઓનર કિલિંગની ઘટના
- પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા બન્યો હેવાન
- પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંક્યા
Kutch Double Murder Case: કચ્છ જિલ્લાના નખત્રાણા (Nakhatrana) તાલુકામાં ખાંભલા (Khambhla) ગામ નજીક દોઢ મહિના પહેલા લાપતા થયેલા પ્રેમી યુગલની હત્યા પાછળ બીજું કોઈ નહીં પણ યુવતીના સગા માતા-પિતા અને ભાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ડબલ મર્ડર (Double Murder) કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચક્યો છે.
Kutch Double Murder Case: ગુમ નોંધથી હત્યાના ખુલાસા સુધી
ગત 3 ફેબ્રુઆરી 2026ના રોજ કોટડા (જ.) (Kotda Jadodar) ગામ પાસેથી 21 વર્ષીય નવીન રબારી (Navin Rabari) અને 19 વર્ષીય નાથી રબારી (Nathi Rabari) ગુમ થયા હતા. આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશન (Nakhatrana Police Station) માં જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ મામલો સામાન્ય ગુમશુદગીનો લાગતો હતો, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં શંકાની સોય યુવતીના પરિવાર તરફ ગઈ હતી.
Kutch Double Murder Case: માતા-પિતાની ચોંકાવનારી કબૂલાત
પોલીસે તપાસ દરમિયાન નાથીના પિતા વંકાભાઈ પન્નાભાઈ રબારી (Vankabhai Pannabhai Rabari) અને તેના ભાણેજ પબા ગાભાભાઈ રબારી (Paba Gabhabhai Rabari) ને પૂછપરછ માટે બોલાવ્યા હતા. કડક પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે તેઓએ જ બંનેની હત્યા કરી છે. કબૂલાત મુજબ, 3 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે નાથી ઘરે પરત ન ફરી ત્યારે તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે મળી આવી હતી. પરિવારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નાથી નવીન સાથે રહેવાની જીદ પર અડગ રહી હતી. આથી ગુસ્સામાં આવીને પિતા, ભાણેજ, માતા અને યુવતીના ભાઈએ ભેગા મળીને બંનેને બાઇક પર બેસાડી ખાંભલા (Khambhla) રોડ પર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
Kutch : પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા બન્યો હેવાન | Gujarat First
કચ્છના ખાંભલા ગામમાં ઓનર કિલિંગની ઘટના
પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતા બન્યો હેવાન
પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંક્યા
ગુમ નોંધ કરાવી પિતા જ પોલીસને ગેરમાર્ગે દોરતો
પોલીસને શંકા જતાં કડક… pic.twitter.com/Opxs3HGLaM— Gujarat First (@GujaratFirst) March 14, 2026
Kutch Double Murder Case: પુરાવા મિટાવવા લાશ કૂવામાં ફેંકી
હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે ચારેય આરોપીઓએ બંને મૃતદેહોને નજીકના એક નિર્જન કૂવામાં ફેંકી દીધા હતા. દોઢ મહિના સુધી આ રહસ્ય દબાયેલું રહ્યું હતું, પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું અને આખરે પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું. આ હિંચકારા કૃત્યમાં યુવતીની માતા અને કાયદાના સંઘર્ષમાં આવેલ તેનો નાનો ભાઈ પણ સામેલ હતો.
આ પણ વાંચોઃ Vadodara માં મધરાતે લોહીયાળ ખેલ, પતિએ પત્ની પર ચપ્પાના ઘા ઝીંક્યા, શું છે કારણ?
હાઈડ્રોલિક ક્રેનથી લાશ બહાર કઢાઈ
સત્ય બહાર આવતા જ પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ (Fire Brigade), એફ.એસ.એલ. (FSL) ટીમ અને મેડિકલ સ્ટાફ ખાંભલા ગામે પહોંચ્યા હતા. શુક્રવારે નાયબ કલેક્ટર (Deputy Collector) ની ઉપસ્થિતિમાં હાઈડ્રોલિક ક્રેન (Hydraulic Crane) ની મદદથી કોહવાયેલી હાલતમાં બંને લાશોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થળ પર જ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ (Nakhatrana Government Hospital) ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર કચ્છમાં ચકચાર અને લોકરોષ
પુત્રીના પ્રેમથી નારાજ થઈને પરિવારે જ તેની નિર્મમ હત્યા કરી હોવાની વાત વાયુવેગે પ્રસરતા નખત્રાણા (Nakhatrana) સહિત સમગ્ર કચ્છ (Kutch) જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. લાશ કાઢવાની કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે હાલ માતા, પિતા, ભાણેજ અને ભાઈ સહિત ચાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Patan Firing Case: ભેંસોના વેપારીની હત્યા કરનાર 4 શખ્સો ઝડપાયા, 2 હજુ ફરાર, જાણો સમગ્ર મામલ


