Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: શું શિક્ષણના ધામમાં ધર્મનું વિભાજન? અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં હનુમાન ચાલીસા મુદ્દે વિવાદ, જાણો

કચ્છના નખત્રાણામાં અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં એક નાની વિદ્યાર્થિની પાસેથી હનુમાન ચાલીસા ઝૂંટવી લેવા બદલ વિવાદ સર્જાયો હતો. શિક્ષિકાએ ધાર્મિક બાબતે બાળક સાથે ગેરવર્તન કરતા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. VHP અને શિક્ષણ વિભાગની દખલ બાદ શાળા સંચાલકોએ જવાબદાર શિક્ષિકાને બરતરફ કરી દીધા છે, છતાં ધાર્મિક ભેદભાવ મુદ્દે ચર્ચા તેજ બની છે.
kutch  શું શિક્ષણના ધામમાં ધર્મનું વિભાજન  અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં હનુમાન ચાલીસા મુદ્દે વિવાદ  જાણો
Advertisement
  • Kutch Archana St. Xaviers School:  અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિવાદમાં
  • શિક્ષાના ધામમાં બાળકોને ધર્મથી જ આંકતા હોય તેવો ઘાટ!
  • શાળામાં ખ્રિસ્તી ધર્મને વધારે પ્રાધાન્ય અપાતું હોય તેવી ચર્ચા
  • અન્ય ધર્મના બાળકો સાથે ઉદ્ધતાઈભર્યા વર્તનનો આરોપ

Kutch Archana St. Xaviers School: કચ્છ જિલ્લાના નખત્રાણા (Nakhatrana) ખાતે આવેલી અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (Archana St. Xavier's School) અત્યારે વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાના સંકુલમાં એક વિદ્યાર્થિની પાસેથી હનુમાન ચાલીસા (Hanuman Chalisa) ની પુસ્તિકા ઝૂંટવી લેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જગાડ્યો છે. શિક્ષણના મંદિરમાં બાળકોને ધર્મના આધારે આંકવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે સોશિયલ મીડિયા (Social Media) પર આ મુદ્દો વાયુવેગે ફેલાયો છે.

Kutch Archana St. Xaviers School: શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ગત 11 ફેબ્રુઆરીએ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની ખાલી સમયમાં હનુમાન ચાલીસા વાંચી રહી હતી. આ દરમિયાન એક મહિલા શિક્ષિકા (Teacher) ત્યાં આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનાના હાથમાંથી બળજબરીપૂર્વક પુસ્તિકા ઝૂંટવી લીધી હતી. આટલું જ નહીં, આક્ષેપ છે કે શિક્ષિકાએ બાળકી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને ધર્મ વિશે અપશબ્દો બોલીને બાળક પર ગુસ્સો ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટના શાળાના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Advertisement

Kutch Archana St. Xaviers School: સીસીટીવી ફૂટેજ વાયરલ થતા રોષ

જ્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયા, ત્યારે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વીડિયોમાં શિક્ષિકાનું વર્તન સ્પષ્ટપણે જોઈ શકાતું હતું, જેના કારણે લોકોએ શાળાના મેનેજમેન્ટ (Management) સામે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે આ શાળામાં માત્ર એક જ ધર્મને પ્રાધાન્ય આપવામાં આવે છે અને અન્ય ધર્મના બાળકોને તિલક (Tilak) કે દોરા-ધાગા પહેરવા બાબતે પણ વારંવાર ટોકવામાં આવે છે.

Advertisement

VHP અને શિક્ષણ વિભાગની કાર્યવાહી

આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા હતા. તેમણે આ મામલે સખત વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer - DEO) ને લેખિત રજૂઆત કરી હતી. VHP એ માંગ કરી હતી કે શિક્ષણના ધામમાં ધાર્મિક ભેદભાવ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. DEO દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

શાળા સંચાલકોનો બચાવ અને શિક્ષિકાની હકાલપટ્ટી

વિવાદ વકરતા અને પુરાવાઓ સામે આવતા, અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વહીવટદારોએ નમતું જોખવું પડ્યું હતું. શાળા સંચાલકોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિની સાથે ગેરવર્તન કરનાર સંબંધિત શિક્ષિકાને તાત્કાલિક અસરથી બરતરફ (Dismissed) કરવામાં આવ્યા છે. શાળાએ સ્વીકાર્યું હતું કે શિક્ષિકાનું વર્તન અયોગ્ય હતું. જોકે, આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી જતી ધાર્મિક અસહિષ્ણુતા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચોઃ Botad: શાળાના આચાર્યની શરમજનક કરતૂત, 15 વર્ષિય વિદ્યાર્થિનીની છેડતી કરી,

આ પણ વાંચોઃ Guatam Adani: ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ મુન્દ્રાના ઝરપરા પહોંચી ગઢવી પરિવારને આપી સાંત્વના

Tags :
Advertisement

.

×