Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kutch Namaz Controversy: હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપથી ખળભળાટ, ડક કાર્યવાહીની માંગ

Kutch School: કચ્છના નખત્રાણાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં ધોરણ-6ના હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આરોપસર વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે, જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગે પણ સમગ્ર મામલે તટસ્થ તપાસના આદેશ આપી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
kutch namaz controversy  હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપથી ખળભળાટ  ડક કાર્યવાહીની માંગ
Advertisement
  • કચ્છની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં વિવાદ
  • ધો-6ના વિધાર્થી પાસે નમાઝ અદા કરાવતા વિવાદ
  • વિધર્મી વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ અદા કરાવી હોવાનો આરોપ
  • વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર ઘટનાને વખોડી
  • બનાવ પગલે નખત્રાણા પોલીસ શાળામાં પહોંચી
  • જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ

Namaz Controversy: કચ્છ જિલ્લાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં બનેલી એક વિવાદાસ્પદ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરણ-6માં અભ્યાસ કરતા એક હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ અદા (Kutch Namaz Controversy) કરાવવામાં આવી હોવાના ગંભીર આરોપો સામે આવતા મામલો ગરમાયો છે.

Kutch માં હિન્દુ વિદ્યાર્થી પાસે Namaz અદા કરાવવામાં આવતાં Controversy

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ જિલ્લાની દેવપર યક્ષ પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવતા વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતા ધોરણ-6ના એક હિન્દુ વિદ્યાર્થી પાસે નમાઝ અદા (Kutch Namaz Controversy) કરાવવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ છે કે એક અન્ય વિધર્મી વિદ્યાર્થીએ આ હિન્દુ બાળક પાસે નમાઝ અદા (Kutch Namaz Controversy) કરાવી હતી, જેના પગલે સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

વિશ્વ હિન્દુ પરિષદનો ઉગ્ર વિરોધ- Kutch Namaz Controversy

આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતા.  વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના હોદ્દેદારોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. સંગઠનના હોદ્દેદારોએ આ પ્રકારની પ્રવૃત્તિ સામે કડક વિરોધ નોંધાવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને નખત્રાણા પોલીસનો કાફલો તાત્કાલિક શાળાએ પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

પોલીસની વિભાગની કાર્યવાહી

પરિસ્થિતિની ગંભીરતા અને સ્થાનિકોના રોષને જોતા નખત્રાણા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક દેવપર યક્ષ શાળાએ પહોંચી ગયો હતો. પોલીસે મામલાને શાંત પાડવા અને સત્યતા જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

શિક્ષણ વિભાગ એક્શનમાં

આ ઘટનાના પડઘા જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ પડ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વકની તપાસના આદેશ આપી દીધા છે. શાળામાં બનેલી આ ઘટના પાછળના જવાબદાર પરિબળો કોણ છે અને આ કઈ રીતે બન્યું, તે અંગે વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.

×