Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch News : ભચાઉમાં 3.0 ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ભયનો માહોલ

Kutch News : ગુજરાતના કચ્છ (Kutch) જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકા (Earthquake tremors) અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મોડી રાત્રે કચ્છની ધરતી ધ્રૂજતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
kutch news   ભચાઉમાં 3 0 ની તીવ્રતાનો ભૂકંપ  સ્થાનિકોમાં ભયનો માહોલ
Advertisement
  • Kutch News : રિક્ટર સ્કેલ પર 3.0 ની તીવ્રતા નોંધાઈ
  • ભચાઉથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ
  • રાત્રે 1:59 કલાકે અનુભવાયા આંચકા
  • કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી
  • ભૂકંપના કારણે લોકોમાં ફફડાટ

Kutch News : ગુજરાતના કચ્છ જિલ્લામાં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો. મોડી રાત્રે કચ્છની ધરતી ધ્રૂજતા સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

Kutch News : ભચાઉ નજીક કેન્દ્રબિંદુ

મળતી માહિતી અનુસાર રવિવારે રાત્રે 1.59 કલાકે ભચાઉની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ (Richter scale) પર આ આંચકાની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ (Bhachau) થી 14 કિમી દૂર હોવાનું નોંધાયું છે.

Advertisement

સ્થાનિકોમાં ફફડાટ

ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે, આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર હાલ પ્રાપ્ત થયા નથી. કચ્છ જિલ્લો ભૂકંપના દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ (Seismically sensitive) ઝોનમાં આવતો હોવાથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

Advertisement

કચ્છમાં કેમ વારંવાર આવે છે ભૂકંપના આંચકા ?

કચ્છમાં વારંવાર ભૂકંપ આવવાનું મુખ્ય કારણ તેની ભૌગોલિક સ્થિતિ છે. આ વિસ્તાર 'સીઝમિક ઝોન-5' (Seismic Zone-5) માં આવે છે, જે ભૂકંપની દૃષ્ટિએ સૌથી વધુ જોખમી છે. કચ્છની જમીનની નીચે અનેક ફોલ્ટ લાઈન્સ (Fault lines) સક્રિય છે, જે પ્લેટોના હલનચલન વખતે ઊર્જા મુક્ત કરે છે. આ ભૌગોલિક અસ્થિરતા અને ટેક્ટોનિક હિલચાલને કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે.

આ પણ વાંચો : Gandhidham માં 24 વર્ષીય જવાનનું મોત, પોતાની જ AK-47 થી ફાયરિંગ થયું હોવાનો દાવો

Tags :
Advertisement

.

×