Kutch Pre-monsoon Rain: કચ્છમાં પ્રિ-મોનસૂનની દસ્તક, મુન્દ્રા અને નખત્રાણામાં વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક
રાજ્યમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. કચ્છ જિલ્લામાં પણ પ્રિ-મોનસૂને દસ્તક દીધી છે. જિલ્લાના ખાસ એવા સ્થળ જેમ કે મુન્દ્રા અને નખત્રાણા વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ઉકળતી ગરમી વચ્ચે હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ આકરી ગરમીથી રાહત મેળવી હતી. વરસાદી માહોલમાં જિલ્લાના ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી હતી.
Advertisement
Kutch Pre-monsoon Rain: કચ્છમાં ઉનાળાના આકરા તાપ બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ વરસાદ આગામી ચોમાસાના આગમનનો સંકેત આપી રહ્યો છે.

