Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch News: ગાંજા માટે રૂપિયા ન મળતા ભાઈએ ધારિયાના ઘા ઝીંકી ભાઈની કરી હત્યા!

Kutch News: કચ્છના રાપર તાલુકાના માનગઢ ઢૂવા ગામે કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી હત્યાની એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં નાના ભાઈએ રૂપિયાની માંગણી પૂરી ન થતાં પોતાના જ મોટા ભાઈનો જીવ લીધો છે.
kutch news  ગાંજા માટે રૂપિયા ન મળતા ભાઈએ ધારિયાના ઘા ઝીંકી ભાઈની કરી હત્યા
Advertisement

Kutch News: કચ્છના રાપર તાલુકાના માનગઢ ઢૂવા ગામે કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી હત્યાની એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં નાના ભાઈએ રૂપિયાની માંગણી પૂરી ન થતાં પોતાના જ મોટા ભાઈનો જીવ લીધો છે.

Kutch ના રાપરના માનગઢ ઢૂવામાં ભાઈએ ભાઈની કરી હત્યા

પ્રાપ્ત વિગતો મુજબ આરોપી નાના ભાઈએ પોતાની માતા પાસે ગાંજો પીવા માટે રૂપિયાની માંગણી કરી હતી. માતા પાસે પૈસાની માંગણી કરવાને લઈને ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી અને મામલો ભારે બિચક્યો હતો. આ ઉગ્ર બોલાચાલી દરમિયાન, નાના ભાઈએ આક્રોશમાં આવીને મોટા ભાઈ પર ધારિયા જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે મોટા ભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Advertisement

ગાગોદર પોલીસે હત્યાની વધુ તપાસ હાથ ધરી

આ બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાગોદર પોલીસે તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Patan News: ગેરકાયદેસર પાણી કનેક્શન દૂર કરવા ગયેલા અધિકારી પર હુમલો, પોલીસની હાજરીમાં મારામારી

Tags :
Advertisement

.

×