Road To Heaven : કચ્છી મુલાકાતે આવ્યા વિદેશી પ્રવાસી 'ફ્લેમિંગો', વાતાવરણ ખીલી ઉઠ્યું
- Road To Heaven, નો નજારો આંખે વળતે તેવો જામ્યો છે
- વિશ્વપ્રસિદ્ધ માર્ગ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા
- ધોળાવીરા માર્ગની આસપાસ હજારો ફ્લેમિંગોનો વસવાટ
- ખડીર ભાંજડા ડુંગરના રણમાં ફ્લેમિંગોએ ડેરા જમાવ્યા
- સાઇબેરિયા, રશિયા સહિત ઠંડા દેશોમાંથી કરે છે પ્રવાસ
- ખોરાક અને અનુકૂળ વાતાવરણ માટે કચ્છના રણમાં આગમન
Road To Heaven : કચ્છના રોડ ટુ હેવનની (Kutch - Road To Heaven) બંને તરફ આજકાલ અદભૂદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષી ફ્લેમિંગો કચ્છના (Flamingo Visit Kutch) મહેમાન બન્યા છે. રોડ ટુ હેવનની બંને તરફ મોટી સંખ્યામાં ફ્લેમિંગો પક્ષી જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો વાતાવરણમાં નવી તાજગી ઉમેરે તેવા છે. ખડીર ભાંજડા ડુંગરના (Khadir Bhanja Mountain - Kutch) રણમાં ફ્લેમિંગોએ ડેરા નાંખ્યા છે, જે પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.
Road To Heaven, દૂર-દૂરથી ખોરાકની શોધમાં કચ્છ પહોંચ્યા
કચ્છના વિશ્વપ્રસિદ્ધ ‘રોડ ટુ હેવન’ પર આ દિવસોમાં અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. ધોળાવીરાને જોડતા આ માર્ગની બંને તરફ હજારોની સંખ્યામાં ફ્લેમિંગોએ પડાવ નાખ્યો છે. ખડીર વિસ્તારના ભાંજડા ડુંગરના રણમાં આ સુંદર પક્ષીઓએ ડેરા જમાવ્યા છે, જેનાથી હવે આ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ફ્લેમિંગો સાઇબેરિયા, રશિયા, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને કચ્છ પહોંચે છે. કડકડતી ઠંડીમાં ખોરાકની અછત સર્જાતાં તેઓ ખારા પાણી અને અનુકૂળ વાતાવરણ માટે કચ્છના રણ તરફ પ્રયાણ કરે છે. આ દૃશ્યો કુદરતની અદભૂત કરામત દર્શાવે છે અને કચ્છના સૌંદર્યમાં વધારો કરે છે.
આ પણ વાંચો ---------- ખેડા ભાજપમાં ચૂંટણીનો ધમધમાટ, Sense Process માં દાવેદારોની ભારે ભીડ!
Road To Heaven, ફ્લેમિંગો સિટી તરીકેની ઓળખ
કચ્છમાં સામાન્ય રીતે ફ્લેમિંગો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કચ્છમાં પધારે છે, અને ઠેઠ માર્ચ-એપ્રિલ સુધી અહીં ધામા નાખે છે. આ સમયગાળા દરમિયાન કચ્છનું રણ તેમનું 'બ્રીડિંગ ગ્રાઉન્ડ' બને છે, જેને આપણે સૌ 'ફ્લેમિંગો સિટી' (Flamingo City) તરીકે ઓળખીએ છીએ.
અનૂકુળ પરિસ્થિતી હોવાથી સ્થળાંતર કર્યું નથી
માર્ચ મહિનો બેસતા જ વિદેશી પક્ષીઓ વતન પરત ફરતા હોય છે, પરંતુ આ વર્ષે કચ્છના વિશ્વપ્રસિદ્ધ રોડ ટુ હેવન પર કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વર્ષે વરસાદ મોડો પડ્યો જેથી રણના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરતું પાણી અને પક્ષીઓ માટે જરૂરી ખોરાક ઉપલબ્ધ છે. માર્ચના આકરા તાપ વચ્ચે હાલમાં હજી ક્યાંક વરસાદી માહોલ જોવા મળે છે. અનુકૂળ પરિસ્થિતિ હોવાને કારણે આ પક્ષીઓએ સ્થળાંતર કર્યું નહીં, હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો ---------- Junagadh: સક્કરબાગ ઝૂમાં વિદેશી મહેમાનનું આગમન! જુઓ પહેલીવાર જન્મેલું બાળ ઝીબ્રા


