Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch ના પિંગલેશ્વર દરિયા કિનારે પોલીસ અને એજન્સીના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન અજાણી વસ્તુના 10 પેકેટ મળ્યા

Kutch : કચ્છના પિંગલેશ્વર દરિયા કિનારે પોલીસના સંયુકત પેટ્રોલિંગ દરમિયાન અજાણી વસ્તુના 10 પેકેટ મળી આવ્યા છે, આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે અને પેકેટમાં શું છે અંદર તેને લઈ પેકેટો એફએસેલમાં તપાસ માટે મોકલી આપ્યા છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો.
kutch ના  પિંગલેશ્વર દરિયા કિનારે પોલીસ અને એજન્સીના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન અજાણી વસ્તુના 10 પેકેટ મળ્યા
Advertisement
  • Kutch ના દરિયા કિનારે મળી આવે છે અજાણ્યા પેકેટો
  • ઘણા પેકેટોમાંથી ચરસ અને ગાંજો મળી આવ્યો છે
  • ઘણી વાર પાકિસ્તાની બોટ પણ બિનવારસી મળી છે
  • એફએસેલ રીપોર્ટ બાદ તપાસમાં થશે ખુલાસો
  • દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી!

Kutch : કચ્છના પિંગલેશ્વર દરિયા (sea) કિનારે સંયુક્ત પેટ્રોલિંગ (petrolling) દરમિયાન 10 પેકેટ બિનવારસી મળી આવ્યા છે. સ્ટેટ આઈ.બી., એસઓજી અને મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા અને સુરક્ષા એજન્સીઓ આ મામલે કાર્યવાહી કરી છે. પેકેટમાં શું છે તેને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને દરિયાઈ માર્ગે આ પેકેટની કોઈ હેરાફેરી થાય છે કે શું તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.

Kutch ના મુંદરા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયું

મુંદરા બંદર પરથી ફરી એકવાર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. હતુ અને તપાસ દરમિયાન કન્ટેનરમાંથી અંદાજે 140 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની વાત પણ સામે આવી છે. આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.300 થી 400 કરોડ હોવાનું અનુમાન
હોવાની વાચ છે. નશીલા પદાર્થોને 'વૂલ' (ઊન) ની આયાતના નામે ભારતમાં ઘુસાડવાનું મોટું કાવતરું ખુલ્લું પડે તો નવાઈ છે.

Advertisement

kutch gujarat first

Advertisement

આ જથ્થો મંગાવનાર આયાતકાર મુંદરાની જ એક પાર્ટી હોવાનું સામે આવ્યું

NCBની ટીમ આ કન્ટેનરના આગમન પહેલા જ રિક્ષામાં છૂપી રીતે વોચ ગોઠવીને તૈયાર હતી અને શંકાસ્પદ કન્ટેનરને મુંદરા કસ્ટમની મદદથી પકડીને તપાસ માટે ટ્રાન્સવર્લ્ડ CFS વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતુ. પકડાયેલું ડ્રગ્સ સામાન્ય છે કે 'એમડી' (MD Drugs)તે જાણવા માટે ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. મુંદરામાં પોર્ટ રોડ પર આવેલી હોટલ ટીજીઆરના રૂમ નંબર 25માં એસઓજીએ દરોડો પાડીને 18 ગ્રામ માદક પદાર્થ હેરોઈન સાથે પંજાબ અને હરિયાણાના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.

આ પણ વાંચો : Surat: પોલીસ બની 'સ્નેચર'! રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા

Tags :
Advertisement

.

×