Kutch truck accident: ભચાઉમાં ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યૂ ઓપરેશન
ભચાઉ અને ગાંધીધામ હાઈવે પર ટ્રકનો ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રકની કેબિનમાં ડ્રાઈવર લોખંડના ભાગ નીચે એવી રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે સ્થળ પર આવીને ડ્રાઈવરનું રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. જેમાં કલાકાનો ભારે જહેમત બાદ ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.
Advertisement
Kutch truck accident: કચ્છ જિલ્લાના ભચાઉથી ગાંધીધામ તરફ જતા હાઈવે પર એક ટ્રક અકસ્માત થયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત ભચાઉથી અંદાજે 5 કિલોમીટર દૂર થયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર જાણકારી આપતા ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

