Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું

Kutch મા ફોરેસ્ટ વિભાગની પેટ્રોલિંગ દરમિયાન કેમેરામાં કેદ થયું દુર્લભ પ્રાણી અને કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાના રણમાં મળી અનોખી શોધ. આ શિયાળને કેમેરામાં કેદ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે તપાસ કરતાં તે ફેનેક (Fennec) પ્રજાતિનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય શિયાળ કરતાં આ પ્રજાતિનું કદ ઘણું નાનું હોય છે.
kutch   કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું શિયાળ જોવા મળ્યું
Advertisement
  • Kutch ના ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રજાતિ અંગે વધુ તપાસ શરૂ
  • સામાન્ય શિયાળ કરતાં કદમાં ખૂબ નાનું હોવાની પ્રાથમિક માહિતી
  • માત્ર આશરે 1 કિલો વજન અને 1 ફૂટ જેટલી લંબાઈ
  • રણ વિસ્તારમાં હાલ અંદાજે 153 જેટલા શિયાળોની સંખ્યા
  • લુપ્ત થતી પ્રજાતિમાં ગણાતા શિયાળ અંગે ચિંતા

Kutch : કચ્છના નાના રણનો (desert) સૌથી વધુ વિસ્તાર આવેલો છે. આ નાના રણમાં મુખ્યત્વે ઘુડખર તેમજ અલગ-અલગ પ્રકારના પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાના (winter) સમયગાળામાં વિદેશી પક્ષીઓ (birds) પણ અહીં મહેમાન બને છે. કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ બેટના પાછળના ભાગમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક પ્રાણી ગણાય છે. હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે.

ઉંદર, પક્ષી અને નાના જીવજંતુઓ તેનો મુખ્ય આહાર

ફોરેસ્ટ વિભાગ દ્વારા આ પ્રજાતિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘુડખર અભયારણ્યમાં વધતા વન્યજીવો સાથે મહત્વપૂર્ણ શોધ કરાઈ રહી છે. આ તપાસ દરમિયાન વન વિભાગને આસપાસના વિસ્તારમાં ઉંડા ખાડા પણ જોવા મળ્યા છે, વાત એમ પણ સામે આવી છે કે, આ શિયાળ ખાડો ખોદીને તેમાં વસવાર કરતું હોઈ શકે છે. વાસ્તવમાં ફેનેક ફોક્સ (Vulpes zerda) મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારા રણમાં જોવા મળે છે.

Advertisement

kutch gujarat first

Advertisement

ફેનેક શિયાળની પ્રજાતિ હોવાની શક્યતા

ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી. એમ. પટેલએ જણાવ્યું કે, કેમેરામાં કેદ થયેલું ફેનેક શિયાળની પ્રજાતિ હોવાની શક્યતા છે. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતાં તપાસ ચાલુ છે

મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ આ વાતને લોકો સુધી પહોંચાડી

તો મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ ટવ્વિટ કર્યુ હતુ અને તેમણે લખ્યું છે કે, ગુજરાતની વિવિધતાની વાત જ ન થાય. કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ 'ફેનેક ફોક્સ' જોવા મળ્યું. ઉત્તર આફ્રિકાના સહારા રણમાં જોવા મળતી આ પ્રજાતિનું ગુજરાતના રણ વિસ્તારમાં જોવા મળવું એ ખૂબ જ આનંદનો વિષય છે.

આ પણ વાંચો : Kutch: વેણુ બેટ પાસે રક્તરંજિત અકસ્માત, એક જ પરિવારના બેના મોત

Tags :
Advertisement

.

×