Business પર 'યુદ્ધ'ની બ્રેક: ગુજરાતના આ 5 મોટા ઉદ્યોગોને થઈ સૌથી વધુ અસર
Gujarat Trade Impact: મિડલ ઈસ્ટ (Middle East) યુદ્ધના કારણે ગુજરાતના ટેક્સટાઈલ, બ્રાસ, અગરબત્તી, ટ્રાન્સપોર્ટ અને એક્સપોર્ટ ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. કોલસા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં 30% થી વધુનો વધારો થતા સુરતની 425 મિલો અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે. જામનગરના 2000 બ્રાસ યુનિટ્સ ઠપ્પ થયા છે અને શ્રમિકોનું પલાયન શરૂ થતા અર્થતંત્ર પર સંકટ તોળાઈ રહ્યું છે.
Advertisement
- મિડલ ઈસ્ટના યુદ્ધની ગુજરાતના Business પર મોટી અસર
- ગુજરાતના 5 મોટા ઉદ્યોગોને થઈ સૌથી વધુ અસર
- સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર
- અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવા નિર્ણય
- કોલસાના ભાવમાં 30 ટકાનો તોતિંગ વધારો થયો
- યુદ્ધના કારણે ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટના પૈડાં થંભ્યા
- લોજિસ્ટિક્સ ઉદ્યોગ વેન્ટિલેટર પર પણ પડી મોટી અસર
- ગુજરાતના અગરબત્તીના ઉદ્યોગને થઈ મોટી અસર
- કાચોમાલ ન આવતા 20થી 25 ટકા ભાવમાં વધારો
- લોજિસ્ટિક્સ અને કન્ટેનર ભાડામાં 30થી 35 ટકા વધારો
Export Business Gujarat: મિડલ ઈસ્ટ (Middle East) માં ફાટી નીકળેલા યુદ્ધની જ્વાળાઓ હવે ગુજરાતના વેપાર (Business) અને ઉદ્યોગ જગત સુધી પહોંચી છે. ભૌગોલિક તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગુજરાતના પાંચ મુખ્ય ઉદ્યોગો પર તેની અત્યંત નકારાત્મક અસર પડી છે. સુરત (Surat), જામનગર (Jamnagar), ગાંધીધામ (Gandhidham) અને મહેસાણા (Mehesana) જેવા ઓદ્યોગિક કેન્દ્રોમાં વેપારના પૈડાં થંભી ગયા છે. ખાસ કરીને લોજિસ્ટિક્સ (Logistics) અને કન્ટેનર ભાડામાં 30 થી 35 ટકાનો તોતિંગ વધારો થતા નિકાસકારોની હાલત કફોડી બની છે.

