કચ્છને મળ્યું ત્રીજું એરપોર્ટ: મુંદ્રા એરપોર્ટનું આવતીકાલે અદાણી ગ્રુપ દ્વારા થશે લોકાર્પણ, 8 નવી ફ્લાઇટ્સ શરૂ થશે
Mundra Airport Launch: કચ્છમાં ભુજ અને કંડલા બાદ અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા નવનિર્મિત મુંદ્રા એરપોર્ટનું (Mundra Airport) આવતીકાલે લોકાર્પણ થશે. આ એરપોર્ટ પર 1900 મીટરના રનવે અને આધુનિક ટર્મિનલની સુવિધા છે. લોકાર્પણ સાથે જ સ્ટાર એરલાઇન્સની (Star Air) 8 નવી હવાઈ સેવાઓ શરૂ થતાં ઉદ્યોગ, વેપાર અને પ્રવાસનને મોટી ગતિ મળશે.
Advertisement
Mundra Airport Launch: કચ્છ (Kutch) જિલ્લાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપવા માટે આવતીકાલે એક ઐતિહાસિક દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. મુંદ્રા (Mundra) ખાતે અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા નવનિર્મિત અદ્યતન એરપોર્ટનું ભવ્ય લોકાર્પણ (Inauguration) કરવામાં આવશે. ભુજ (Bhuj) અને કંડલા (Kandla) બાદ કચ્છ જિલ્લાને આ ત્રીજું એરપોર્ટ (Third Airport) મળવા જઈ રહ્યું છે. આ નવા એરપોર્ટના પ્રારંભની સાથે જ સ્ટાર એરલાઇન્સ (Star Air) દ્વારા દેશના વિવિધ ભાગો માટે 8 નવી હવાઇ સેવાઓ (Air Services) શરૂ કરવામાં આવશે, જે પ્રદેશના કનેક્ટિવિટી નકશામાં મોટો બદલાવ લાવશે.

