Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mundra News: કચ્છમાં હથિયારોનો મોટો જથ્થો પકડાતા ચકચાર, 2 શખ્સો પોલીસ સકંજામાં!

SMC Operation Gujarat: મુન્દ્રાના નાના કપાયા ગામ નજીક દાણી બાયપાસ હાઈવે પર SMC અને પોલીસે સંયુક્ત દરોડા પાડી આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ 2 આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી 9mm ની 2 પિસ્તોલ, 2 એક્સ્ટ્રા મેગેઝીન, 14 જીવતા કારતૂસ, 3 મોબાઈલ અને ખાખી બોક્સ જપ્ત કરાયા છે. જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
mundra news  કચ્છમાં હથિયારોનો મોટો જથ્થો પકડાતા ચકચાર  2 શખ્સો પોલીસ સકંજામાં
Advertisement

Kutch Police Raid: કચ્છ (Kutch) જિલ્લાના મુન્દ્રા (Mundra) તાલુકાના નાના કપાયા (Nana Kapaya) ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દાણી બાયપાસ હાઈવે (Dani Bypass Highway) વિસ્તારમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે બે રીઢા આરોપીઓની અટકાયત કરી લીધી છે.

પિસ્તોલ અને જીવતા કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી ઘાતક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. સર્ચ ઓપરેશનમાં 9 એમએમની 2 અત્યાધુનિક પિસ્તોલ, 2 એક્સ્ટ્રા મેગેઝીન (Extra Magazines) અને ૧૪ જીવતા કારતૂસ (Live Cartridges) મળી આવ્યા છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા ૩ મોબાઈલ ફોન (Mobile Phones) અને એક રહસ્યમય ખાખી બોક્સ (Khaki Box) પણ પોલીસે પોતાના કબજામાં લીધું છે.

Advertisement

કાયદેસરની કાર્યવાહી અને અન્ય આરોપીઓની શોધખોળ

પકડાયેલા આરોપીઓ સામે પોલીસે આર્મ્સ એક્ટ (Arms Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેરકાયદેસર હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરાઈ છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ તેજ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Police : ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, વાંચો Inside Story

Tags :
Advertisement

.

×