Mundra Port coal scam: મુન્દ્રા પોર્ટ પર 5 વર્ષથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ, 17 કરોડથી વધુનો કોલસો ગાયબ!
ઔદ્યોગિક હબ ગણાતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અબજો રૂપિયાના કાળા કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. વર્ષોથી ચાલી રહેલી એક ગુપ્ત અને ગેરકાયદે રમતનો અંત આવતા જ વેપારીઓમાં ભારે હલચલ મચી ગઈ છે. આ હાઈપ્રોફાઈલ મામલામાં દેશના મોટા શહેરોના નામી વેપારીઓના નામ ખૂલ્યા છે. પોલીસ તંત્રએ હવે આ આખા નેટવર્કને તોડી પાડવા માટે કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે.
Advertisement
Mundra Port coal scam: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલું એક ખૂબ જ મોટું આર્થિક કૌભાંડ બહાર આવ્યું છે. વિદેશથી આયાત થતા ઉચ્ચ ગુણવત્તાના કોલસાના વેપારમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. આ મામલે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ છેતરપિંડી અંગે પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

