Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: ભુજ બસપોર્ટ પર નાસ્તો કરતા પહેલા વિચારજો! 'રજવાડી' ના સમોસામાંથી નીકળી જીવાત

Kutch: કચ્છ (Kutch) ના ભુજ બસપોર્ટ ( (Bhuj Bus Port) પર મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા સ્ટોલ્સમાં આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બસપોર્ટ પર આવેલી 'રજવાડી' નામની દુકાનમાંથી એક ગ્રાહકે નાસ્તા માટે સમોસા ખરીદ્યા હતા. સમોસા ખાતી વખતે તેમાંથી અચાનક જીવતું જીવડું (Insects) નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા.
kutch  ભુજ બસપોર્ટ પર નાસ્તો કરતા પહેલા વિચારજો   રજવાડી  ના સમોસામાંથી નીકળી જીવાત
Advertisement
  • કચ્છ (Kutch) ના ભુજ (Bhuj) બસપોર્ટ પર ખાદ્યપદાર્થોની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો
  • 'રજવાડી' નામની દુકાનના સમોસામાંથી નીકળી જીવાત
  • બસપોર્ટ વિસ્તારમાં મુસાફરોના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ચર્ચા
  • ગુણવત્તાનું ધ્યાન રાખીએ છીએ, ગ્રાહક બહાર ગયા બાદ જીવાત નીકળી: દુકાનદાર
  • હજારો મુસાફરોની અવરજવર વચ્ચે બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચાતા આક્રોશ

Kutch: કચ્છ (Kutch) ના ભુજ બસપોર્ટ ( (Bhuj Bus Port) પર મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલા સ્ટોલ્સમાં આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બસપોર્ટ પર આવેલી 'રજવાડી' નામની દુકાનમાંથી એક ગ્રાહકે નાસ્તા માટે સમોસા ખરીદ્યા હતા. સમોસા ખાતી વખતે તેમાંથી અચાનક જીવતું જીવડું (Insects) નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હજારો મુસાફરોની અવરજવર ધરાવતા આ જાહેર સ્થળની ખાદ્ય સુરક્ષા (Food Safety) પર અનેક સવાલો ઉભા થયા છે.

કચ્છ (Kutch) ના ભુજ (Bhuj) બસપોર્ટ પર સમોસામાંથી જીવાત નીકળી

આ ગંભીર બેદરકારી (Negligence) સામે પોતાનો પક્ષ રજૂ કરતા દુકાનદારે દાવો કર્યો હતો કે તેઓ સ્વચ્છતા (Hygiene) અને ગુણવત્તા (Quality)નું પૂરતું ધ્યાન રાખે છે. તેમણે બચાવ કરતા જણાવ્યું કે ગ્રાહક દુકાનથી બહાર ગયા બાદ આ જીવાત નીકળી હોવાની શક્યતા છે. જોકે, દુકાનદારના આ દાવા સામે મુસાફરોમાં ભારે આક્રોશ (Indignation) જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સાર્વજનિક સ્થળોએ મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં (Tampering) કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement

કડક તપાસની માંગ

ભુજ બસપોર્ટ જેવા વ્યસ્ત સ્થળે બિનઆરોગ્યપ્રદ (Unhealthy) ખોરાકનું વેચાણ અટકાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. મુસાફરો અને સ્થાનિક લોકોએ જવાબદારો સામે યોગ્ય તપાસ (Investigation) કરવાની અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવાની રજૂઆત કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મુસાફરના સ્વાસ્થ્યને નુકસાન ન થાય.

આ પણ વાંચો : Vadodara : Vadodara : ચાલુ બાઈકે મહિલાની છેડતી કરવી ભારે પડી, જુઓ કેવી રીતે પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Tags :
Advertisement

.

×