Rudraksh Jewellers Robbery Case: 14 દિવસ, 3 રાજ્યો અને ફિલ્મી વેશપલટો; મુંદરા લૂંટનો ભેદ ઉકેલાયો
Kutch LCB : મુંદરા (Mundra) ના રુદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટની કોશિશ કરનાર ત્રણ રીઢા ગુનેગારોને પશ્ચિમ કચ્છ પોલીસે (West Kachchh Police) રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડ્યા છે. એલસીબી અને એસઓજીની ટીમે 14 દિવસ સુધી વેશ પલટો કરી આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે અને તેમની સામે અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા છે.
Advertisement
- Rudraksh Jewellers Robbery Case: પશ્ચિમ કચ્છ એલસીબીને મળી મોટી સફળતા
- યુપી-રાજસ્થાનની ગેંગે મુંદરામાં કરી હતી લૂંટની કોશિશ
- પોલીસે શાકભાજી વેચનાર બની લૂંટ કેસના આરોપીઓને દબોચ્યા
- કચ્છ પોલીસનું 'ચંબલ' ઓપરેશન: 3 ખૂંખાર લૂંટારુઓ દેશી કટ્ટા સાથે ઝડપાયા
- 14 દિવસ, 3 રાજ્યોમાં વેશપલટો કરી મુંદરા લૂંટનો ભેદ ઉકેલાયો
Rudraksh Jewellers: કચ્છ જિલ્લાના મુંદરા (Mundra) શહેરમાં થોડા દિવસો પૂર્વે રુદ્રાક્ષ જ્વેલર્સ (Rudraksh Jewellers) નામની દુકાનમાં થયેલી સશસ્ત્ર લૂંટની કોશિશના ગુનામાં પશ્ચિમ કચ્છ પોલીસ (West Kachchh Police) ને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (Local Crime Branch - LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Special Operation Group - SOG) ની સંયુક્ત ટીમે સતત 14 દિવસ સુધી ઓપરેશન ચલાવીને ત્રણ ખૂંખાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

