Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

STUDIO ON WHEELS: કચ્છના સફેદ રણમાં ગુજરાત ફર્સ્ટનો દબદબો, 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ' સાથે રણોત્સવનું ભવ્ય કવરેજ

કચ્છના ભવ્ય આયોજન એવા રણોત્સવનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ કચ્છમાં જઈ પહોંચી. જ્યાં રણોત્સવના કાર્યક્રમથી ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE પ્રસારણ કરવામાં આવ્યું.
studio on wheels  કચ્છના સફેદ રણમાં ગુજરાત ફર્સ્ટનો દબદબો   સ્ટુડિયો ઓન વ્હીલ્સ  સાથે રણોત્સવનું ભવ્ય કવરેજ
Advertisement
  • STUDIO ON WHEELS: સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યું કચ્છ
  • કચ્છના રણોત્સવમાં પહોંચી ગુજરાત ફર્સ્ટની ટીમ
  • રણોત્સવમાં ગુજરાત ફર્સ્ટની ભવ્ય અને ઐતિહાસિક હાજરી
  • રણોત્સવમાં જોવા મળ્યું રંગબેરંગી કલ્ચરલ કાર્નિવલ
  • વસુદૈવ કુટુંબકમની ભાવનાને જીવંત બનાવતો ભવ્ય ઉત્સવ
  • ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ

STUDIO ON WHEELS: વિશ્વપ્રસિદ્ધ કચ્છ (Kutch) નું સફેદ રણ હાલમાં લોકસંગીત (Folk music), સંસ્કૃતિ (Culture) અને વૈશ્વિક એકતાના રંગે રંગાયું છે. આ મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલે (Gujarat First News Channel) પોતાની ભવ્ય અને ઐતિહાસિક હાજરી નોંધાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) ની કલ્પના સમાન રણોત્સવ (Rannotsav) ને વૈશ્વિક ફલક પર વધુ તેજસ્વી રીતે રજૂ કરવા માટે ગુજરાત ફર્સ્ટ અધિકૃત મીડિયા પાર્ટનર (Media Partner) તરીકે જોડાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

સફેદ રણમાં 'STUDIO ON WHEELS'નું આકર્ષણ

રણોત્સવના રંગોને લોકોના ઘર સુધી પહોંચાડવા માટે ગુજરાત ફર્સ્ટનું અત્યાધુનિક 'STUDIO ON WHEELS' સફેદ રણની ધરતી પર પહોંચ્યું હતું. આ અનોખા સ્ટુડિયો દ્વારા રણોત્સવના પળેપળના સમાચાર અને ઐતિહાસિક ક્ષણોનું SUPER EXCLUSIVE પ્રસારણ કરવામાં આવ્યું., જે દર્શકો માટે એક નવો અનુભવ સાબિત થયો.

Advertisement

STUDIO ON WHEELS:'નમસ્તે વર્લ્ડ' થીમ સાથે વૈશ્વિક સંગમ

આ વર્ષે એટલે કે 2026ના રણોત્સવમાં ‘નમસ્તે વર્લ્ડ’ (Hello world) થીમ હેઠળ વૈશ્વિક એકતાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. આ થીમ (Theme) ને આવરી લેતા અને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય કલાકારો (International artists) એ પણ રણોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં અંકુર પઠાણ એન્ડ ટીમ (Ankur Pathan and Team) દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફોક મ્યુઝિક ફેસ્ટિવલમાં 12 દેશોના ફોક ડાન્સ રજૂ કરવામાં આવ્યા.

સફેદ રણમાં ભારતીય સાંસ્કૃતિક વારસો જોવા મળ્યો. ગુજરાતના જાણીતા કલ્ચરલ ડાન્સ (Cultural dance) ગ્રુપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે ‘વસુદૈવ કુટુંબકમ’(Vasudeva Kutumbakam) ની ભાવનાને સાચા અર્થમાં જીવંત કરે છે. આપને જણાવી દઈએ કે, સફેદ રણમાં 30 જાન્યુઆરી સુધી સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જ્યો હતો. આ સંગીત અને સંસ્કૃતિના અનોખા સંગમે હાજર વિદેશી મહેમાનોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. રણોત્સવમાં આવેલા મહેમાનોએ પેરાગ્લાઈડિંગ, પારંપારિક વસ્ત્રોમાં લોકનૃત્ય, અને કચ્છના પારંપારિક ફૂડની મનભરીને મજા માણી હતી.

STUDIO ON WHEELS: દેશ-વિદેશના મહેમાનોનું આકર્ષણ

કચ્છનું રણ આજે માત્ર પર્યટન સ્થળ જ નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સંસ્કૃતિના મિલનનું કેન્દ્ર પણ બન્યું છે. વિદેશી મહેમાનોના મીઠા આવકાર અને તેમની ખુશીની પળોને ગુજરાત ફર્સ્ટની ટીમે કેમેરામાં કેદ કરી હતી. પીએમ મોદીના સ્વપ્ન સમાન આ રણોત્સવ આજે લાખો પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું (Memorable souvenir) બની રહ્યો છે.

ઐતિહાસિક ક્ષણની સાક્ષી બન્યું ‘STUDIO ON WHEELS’

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ આ ઐતિહાસિક મહોત્સવની સાક્ષી બની છે. મીડિયા પાર્ટનર તરીકે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવતું કવરેજ કચ્છની કળા, સંસ્કૃતિ અને પ્રવાસનને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની ટીમે રણોત્સવની મજા માણવા આવેલા કેટલાક પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના અદભૂત અનુભવને વ્યક્ત કર્યા હતા. સાથે જ કેટલાક પર્યટકોએ તો ગુજરાત ફર્સ્ટના આ પ્રોજેક્ટ (Project) સ્ટુડિયો ઓન વ્હીલ્સની કામગીરીને બિરદાવી હતી.

આ પણ વાંચો---- Studio on Wheels: "એલોપેથીમાં કામચલાઉ રાહત, આયુર્વેદમાં કાયમી ઈલાજ!" GenZ વિદ્યાર્થીઓએ સમજાવ્યો આયુર્વેદનો પાવર

આ પણ વાંચો---- Studio on Wheels: દાદાનો વિચાર અને પપ્પાનું સપનું,વડસ્માની આ સંસ્થામાં IPD ચાર્જ કેમ નથી લેવાતો? જાણો સત્ય  

Tags :
Advertisement

.

×