Studio on Wheels: Bhuj ના 'Prag Mahal' થી જાણો Kutch ની ભવ્ય ગાથા
- Studio on Wheels: Bhuj ના 'Prag Mahal' થી જાણો Kutch ની ભવ્ય ગાથા
- 'દરબારગઢ'માં પહોંચી STUDIO ON WHEELSની ટીમ
- દરબારગઢની મુલાકાત વગર કચ્છની યાત્રા અધૂરી !
- શું કહે છે કચ્છનો આ પ્રાગ મહેલ?
Studio on Wheels: કચ્છનો પ્રવાસ હોય અને ત્યાના પ્રસિદ્ધ દરબારગઢ (Darbargarh) ની મુલાકાત વગર કેવીરીતે નીકળી શકાય? આ જ વિચાર સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ ડૉ.વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ સાથે દરબારગઢ પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે અમારા દર્શકો (Viewers) માટે ખાસ દરબારગઢના ઈતિહાસને જાણવાનો પ્રયાસ કર્યો.
Prag Mahal Bhuj Studio on Wheels episode
કચ્છનું હૃદય અને ભુજની આત્મા
સમાન પ્રાગ મહેલમાં પહોંચી STUDIO ON WHEELSની ટીમ
આજે પ્રાગમહેલની એ અજાણી વાતો
પ્રાગમહેલથી કચ્છની અમર 'જિજીવિષા' પર વિશેષ સંવાદ
જુઓ આજે રાત્રે 9.25 કલાકે@vishvek11 #PragMahal #Bhuj #Kutch #History #Heritage… pic.twitter.com/ZtSYHS1etB— Gujarat First (@GujaratFirst) February 1, 2026
Studio on Wheels: કચ્છના ઉત્તરાધિકારી સાથે વાત
Studio On Wheels ની ટીમ પહોંચી સાથે ડૉ.વિવેક કુમાર ભટ્ટે દરબારગઢની મુલાકાત કરી. જ્યાં તેમણે દેવપર ઠાકોર Shri Krutarthsinhji Jadeja અને તેરા ઠાકોર Shri Mayurdhwajsinhji Jadeja સાથે કચ્છના ભવ્ય ઈતિહાસ, જાડેજા વંશ અને પ્રાગ મહેલની સ્થાપત્ય કલા વિશે ગહન સંવાદ કરવામાં આવ્યો.
નોંધનીય છે કે, આ પ્રાગ મહેલ 19મી સદીમાં ઈટાલિયન ગોથિક (Italian Gothic) શૈલીમાં નિર્માણ પામ્યો હતો. પ્રાગ મહેલના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ કરાવી હતી. પરંતુ વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ (Earthquake) માં આ પ્રાગમહેલને કેટલીક ક્ષતિઓ પહોંચી હતી. તેમ છતા શક્તિશાળી ભૂકંપનો માર સહન કર્યા પછી પણ આ પ્રાગ મહેલ કચ્છની ખુમારીનું પ્રતિક બનીને ઉભો છે.
Studio on Wheels: 19મી સદીમાં નિર્માણ
19મી સદીમાં નિર્માણ પામેલો આ મહેલ માત્ર એક ઇમારત કે બાંધકામ નથી…પરંતુ તે કચ્છની ઓળખ છે. ઇટાલિયન ગોથિક શૈલીમાં બનાવાયેલ આ મહેલ, ભારત અને યુરોપિયન સ્થાપત્ય (European architecture) ના અનોખા સંગમનું એક બેનમૂન અને જીવંત ઉદાહરણ (Example) છે. આ મહેલના બાંધકામ માટે પણ ઇટાલીથી કારીગરો બોલાવવામાં આવ્યાં હતાં. તે સમયે કારીગરોને સોનાના સિક્કા (Gold coins) માં મહેનતાણું આપવામાં આવ્યું હતું. સ્થાનિક કચ્છી કારીગરો પણ આ મહેલનાં બાંધકામમાં જોડાયા હતા. કહેવાય છે કે, આ મહેલ બાંધવા માટે રાવ પ્રાગમલજીએ તે સમયે અંદાજે 31 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરાવ્યો હતો.
Studio on Wheels: મહેલની ખાસિયત
આ પ્રાગ મહેલની ખાસિયતોની વાત કરવામાં આવે તો, મહેલમાં મુખ્ય ખંડ, દરબાર ખંડ, કોરિન્થિયન થાંભલા, યુરોપિયન વનસ્પતિઓ અને પ્રાણીઓની કોતરણીવાળું જાળીકામ છે. સાથે જ મહેલ પરિસરના પાછળના ભાગે આવેલું નાનકડું એક મંદિર પણ છે.
Studio on Wheels: ફિલ્મોના લોકેશન માટે પણ પરફેક્ટ છે પ્રાગ મહેલ
આપને કદાચ યાદ હશે કે ઘણીખરી ફિલ્મોના શૂટિંગ (Film shooting) ભૂજ-કચ્છમાં થયા છે. પણ શું તમને ખબર છે કે, બોલિવૂડ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’(Hum Dil De Chuke Sanam) અને ‘લગાન’ (Marriage) જેવી સુપરહીટ મૂવીના શૂટિંગ પણ આ જ મહેલમાં થયા છે. ઉપરાંત ઘણી ગુજરાતી મૂવી (Gujarati movie) ના શૂટિંગ પણ અહીં કરવામાં આવ્યા છે.
Studio on Wheels: કુદરતી આફત પછી પણ અડીખમ ઉભો મહેલ
સદીના વિનાશક ભૂપંક વચ્ચે પણ અડીખમ ઉભેલા આ પ્રાગ મહેલ જાણે પોતાની ભવ્યતા વ્યક્ત કરી રહ્યો છે. વર્ષ 2001માં ભૂપંકથી હજારો લોકોના મોત અને મોટા પાયે થયેલા નુકસાન (Damage) વચ્ચે વણ આજે આ મહેલ ગર્વની સાથે અડીખમ ઉભો છે. ઈમારતને જોશો તો, ઊંચો ક્લોક ટાવર (Tall clock tower), વિશાળ દરબાર હોલ (Durbar Hall), અને ભવ્ય ઝુમ્મરો તેની શોભામાં વૃદ્ધિ કરે છે. દરેક ખૂણો રાજવી વૈભવની ગાથાને વર્ણવે છે.
આ પ્રાગ મહેલમાં વપરાયેલી માટી એ માત્ર ધૂળ નથી પરંતુ કચ્છના કૌવતની ગાથા છે. જે મૌન હોવા છતા ઘણું બધુ કહી જાય છે.
આ પણ વાંચો---- Studio on Wheels: Kutch નાં Supercop Dilipbhai Agravat ની શૌર્યગાથા with Dr. Vivek Kumar Bhatt
આ પણ વાંચો---- Studio On Wheels: શું ભવિષ્યમાં ડૉક્ટરની જગ્યા AI લેશે? જાણો મહેસાણાના મેડિકલ સ્ટુડન્ટ્સે શું કહ્યું


