Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch News: જખૌના લુણા ટાપુ પરથી મળી શંકાસ્પદ ડ્રોનની પાંખ, સુરક્ષા એજન્સીઓ હરકતમાં

Kutch News: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ (Kutch) ના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. જખૌ (Jakhau) નજીક આવેલા લુણા ટાપુ પરથી ડ્રોનની પાંખ જેવો એક શંકાસ્પદ ભાગ મળી આવતા સીમા સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
kutch news  જખૌના લુણા ટાપુ પરથી મળી શંકાસ્પદ ડ્રોનની પાંખ  સુરક્ષા એજન્સીઓ હરકતમાં
Advertisement
  • Kutch ના જખૌ નજીક લુણા ટાપુ પરથી મળી શંકાસ્પદ ડ્રોનની પાંખ
  • જખૌ મરીન અને SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળી પાંખ
  • સફેદ રંગની પાંખ આશરે 7 ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી
  • દરિયાકાંઠે શંકાસ્પદ ભાગ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
  • શંકાસ્પદ વસ્તુ ડ્રોનની પાંખ હોવાની શક્યતાને લઈ તપાસનો ધમધમાટ

Kutch News:  ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ (Kutch) ના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. જખૌ નજીક આવેલા લુણા ટાપુ પરથી ડ્રોનની પાંખ જેવો એક શંકાસ્પદ ભાગ મળી આવતા સીમા સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

Kutch ના જખૌ નજીક લુણા ટાપુ પરથી મળી શંકાસ્પદ ડ્રોનની પાંખ

મળતી માહિતી મુજબ, જખૌ મરીન પોલીસ અને એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમ જ્યારે લુણા ટાપુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમની નજર દરિયાકાંઠે પડેલી એક સફેદ રંગની વસ્તુ પર પડી હતી. નજીક જઈને તપાસ કરતા તે કોઈ મોટા ડ્રોનની પાંખ હોવાનું જણાયું હતું. આ પાંખ આશરે 7 ફૂટ લાંબી અને દોઢ ફૂટ જેટલી પહોળી છે.

Advertisement

Kutch News-DroneWing-Gujarat first2

Advertisement

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક આવેલા આ વિસ્તારમાંથી ડ્રોનનો ભાગ મળી આવવો એ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બાબત માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સીમા સુરક્ષા દળ (BSF), કોસ્ટ ગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. આ ભાગ ક્યાંથી આવ્યો અને કયા પ્રકારના ડ્રોનનો છે તે જાણવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Kutch News-DroneWing-Gujarat first

નલિયા એરફોર્સ સ્ટેશનને સોંપાઈ તપાસ

આ પાંખ કોઈ જાસૂસી ડ્રોનનો ભાગ છે કે કેમ તે ચકાસવા માટે તેને તાત્કાલિક અસરથી નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી છે. એરફોર્સના ટેકનિકલ નિષ્ણાતો આ પાંખનું પરીક્ષણ કરશે. બીજી તરફ, કોઈ અણછાજતી પ્રવૃત્તિ કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ માટે સુરક્ષા એજન્સીઓએ સમગ્ર ટાપુ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.

આ પણ વાંચો: Panchmahal Accident News: રોડ સાઈડ ઉભેલા યુવકો પર કાળ બનીને ત્રાટકી કાર, ત્રણેયના સ્થળ પર જ મોત

Tags :
Advertisement

.

×