Unseasonal Rain Gujarat: ગુજરાતમાં અષાઢી માહોલ! વીજળીના કડાકા સાથે આ 4 જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ,ખેતીનું નખ્ખોદ
Unseasonal Rain Gujarat: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાત (Gujarat) ના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા (Dwarka), ગીર સોમનાથ (Gir Somnath), કચ્છ (Kutch) અને બનાસકાંઠાના વાવ-થરાદ (Vav-Tharad) પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
Advertisement
- ગુજરાત (Gujarat) માં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો
- વેરાવળ (Veraval) માં પવન સાથે વરસાદ તૂટી પડ્યો, કેસર કેરીના પાકને ભારે નુકસાન
- દ્વારકા (Dwarka) માં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ
- વાવ થરાદ (Vav-Tharad) જિલ્લામાં વાતાવરણમા પલટો
- ક્ચ્છ (Kutch) ના અબડાસા વિસ્તારમાં કમોસમી વરસાદ
Unseasonal Rain Gujarat: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાત (Gujarat) ના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકા (Dwarka), ગીર સોમનાથ (Gir Somnath), કચ્છ (Kutch) અને બનાસકાંઠાના વાવ-થરાદ (Vav-Tharad) પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભર ઉનાળે સર્જાયેલા આ ચોમાસા જેવા માહોલ અને માવઠાને કારણે ખેતીના પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.

